________________
ભગવાનના દર્શન અને ભગવાનની દેશના દ્વારા ભવ્ય જીવો કુતાર્થતા મેળવે છે. ભગવાન મોક્ષે જાય તે પછી ભગવાન વિના ભવ્ય જીવો અનાથ બની જાય છે. ૨૫.
ભગવાનની દેશના જેવો જ પ્રભાવ મહાનું શાસ્ત્રોનો છે. તેની રચના મહાપુરુષોએ કરી છે પરંતુ જો ગૃહસ્થો આ શાસ્ત્રો ન સાંભળે તો લાભ શી રીતે થાય ? ૨૬.
તને જીવદયામાં રસ છે. તું એકાગ્ર બનીને ઉત્તમ આગમસૂત્રોનું શ્રવણ કર. આગમોમાં જણાવ્યું છે કે ઠાઠમાઠ પૂર્વક પૂજા કરનારી દ્રૌપદીએ પૂજા દ્વારા પાપનો નાશ કર્યો. તેને કોઈ દોષ લાગ્યો નથી. ૨૭.
વિષયના વિકારવાળી પ્રવૃત્તિઓથી સંસારી જીવો આત્માનાં સુખનો નાશ કરી દે છે. ભગવાનની પૂજામાં જે આનંદ મળે છે તેના દ્વારા વિષયોના આકર્ષણને અવકાશ રહેતો નથી. ૨૮.
ભગવાનની મૂર્તિ ભગવાન જેવો આકાર ધરાવે છે. આવી મૂર્તિનાં દર્શન પ્રભુની ઉપસ્થિતિ જેવો જ અનુભવ આપે છે. તેના દ્વારા મમતા અભિમાન અને ઇર્ષાને ઘસારો પહોંચે છે. અને આગળ વધતા ઇચ્છાના અભાવનું સુખ મળે છે. ૨૯.
હે ગુણવાનું ! સાક્ષાત્ ભગવાનનું દર્શન પુણ્યનો બંધ કરાવે છે. તે રીતે જ , મૂર્તિનાં દર્શનથી આ વિશ્વ પણ સુખ મેળવે છે. ૩૦.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૬
૧૦૫