________________
મોટા દોષોનું સેવન કરે, મનમાં તેનો પસ્તાવો ન રાખે, આવા મહાપાપીઓને ગુરુ પણ સદબુદ્ધિ આપી નથી શકતા. ૭.
ઉત્તમ કરુણાથી સંપન્ન અને હૃદયમાં રહેલાં શાસ્ત્રના સમુદ્રમાંથી પ્રકટેલાં વચનો રૂપી હજારો તરંગોને ધારણ કરનારા ગુરુભગવંતે વ્યાખ્યાને પૂર્ણ કર્યું. તેઓ સૌનાં હિતની વાંછના રાખતા હતા. ૮.
મુનિભગવંતની દેશના સાંભળીને શ્રેષ્ઠીને પોતાનું પાપ યાદ આવ્યું. તે ગભરાઈ ગયા. પોતાના તમામ પાપોને ટાળવા માટે અત્યંત ઉત્સુક બનીને તે ધીમેથી ઉઠ્યા. ૯.
કપાળે અંજલિ રાખીને તે ગુરુ પાસે ઊભા રહ્યા. તેમનું માથું ઝૂકેલું હતું. તેમનામાં ધનનું અભિમાન બચ્યું નહોતું. બીડાયેલા હોઠ સુધી પહોંચતાં આંસુઓની અખંડ ધારા દ્વારા તેણે ગુરુને બધું જ જણાવી દીધું. ૧૦.
તેમની વેદના શું છે તે ગુરુ જાણતા ન હતા. ગુરુએ તેમને કહ્યું : તારામાં ગુણોની વસંત ખીલેલી છે. તને ક્યો સંતાપ મનમાં નડી રહ્યો છે ? ૧૧.
‘જો , દુઃખોને કારણે શોકનો અનુભવ થતો હોય તો તું ભગવાનની પૂજા અવશ્ય કર. અમૃતના રસ જેવું સંગીત સાંભળવામાં તું કિન્નર જેવો રસિયો છે. તને ભગવાનમાં કેમ રતિ નથી ? ૧૨.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૬
૯૯