________________
ભયાનક ગરમીથી શરીરને તપાવી દેનારા એ સમય સાથે ત્રણ વ્યક્તિઓ જોડાઈ હતી. ત્રણેય સુંદ૨ વાતો કરવા સમર્થ હતી. માતાનો મીઠો અવાજ ઠંડા પાણીની જેમ વહેતો થયો અને એ બેઠકને અનુકૂળ ગતિ મળી. ૩૧.
દીકરા ! કલ્પનામાં પણ ન આવે એવી વિચિત્ર વાતો તારાં મોઢે મેં સાંભળી. શું કહું તને ? તારામાં સંસ્કારો તો મારા જ ઉતર્યા હોય એટલે તારી ભૂલ એ મારી જ ભૂલ
ગણાય. ૩૨.
સજ્જનો આત્માને સાક્ષી બનાવ્યા વિના સારાં કામ કરે તો તેમને બળ મળતું નથી. વિચારપૂર્વક નિર્ણય કરવો હોય તો બીજાની દોરવણી ૫૨ આધાર રાખીને ચાલવાનું છોડી દેવું પડે. સજ્જનો સ્વયંપ્રજ્ઞાથી નિર્ણય લે છે. ૩૩.
કાળી શાહીથી લખાયેલા અને સૂકા પાંદડા પર રહેલા એવા અક્ષરો દ્વારા જો બોધ થઈ શકે છે તો દેવતાઈ સાન્નિધ્ય ધરાવતાં ઘણાબધાં મંત્રાક્ષરો દ્વારા પ્રતિમામાં જીવિતતાની બુદ્ધિ પણ થઈ શકે છે. ૩૪
પ્રતિમા એ સ્થાપના છે તેના દ્વારા ભગવાનના ગુણોનું સ્મરણ થાય છે. આ રીતે પ્રતિમા એ રાગદ્વેષને જીતવા માટે ઉપયોગી છે. ઉપમા જેમ એક ધર્મના સ્મરણ પૂરતી સીમિત છે તેમ મૂર્તિમાં સ્થાપના પણ ભગવાનના ગુણોના સ્મરણ પૂરતી સીમિત રહે છે તેથી જડતા વિ. દોષોના સ્મરણનો પ્રસંગ આવતો નથી. ૩૫
મૃતકને અગ્નિદાહ વિ. ક્રિયાઓ થાય ત્યારે જીવિતતાની યાદ આવવાથી જ વિષાદ થતો હોય છે. ભગવાનને મૂર્તિ રૂપે જોઈને જીવિત પ્રભુ સાથેની સમાનતાનો બોધ થવા દ્વારા પ્રસન્નતા મળે છે. ૩૬
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૪
૭૩