________________
વાસ્તવિકતાને અનુરૂપ રહે તેવું જ તે વિચારે છે. કલ્પનામાં કે ભાવનામાં પણ તે વાસ્તવિકતાની ઉપેક્ષા કરતો નથી. ૩૬.
કામ કરવાનું નક્કી કરતી વખતે તે લાખ્ખો વાર વિચાર કરીને પછી જ ચોક્કસ નિર્ણય લે છે. પરિણામે તેને ફળ મળે છે તે ધાર્યા કરતાં પણ મોટું હોય છે. ૩૮.
કામ કરવા માટે યોગ્ય સમયની પ્રતીક્ષા કરે છે. કાર્યમાં વિદન બની શકે તેવાં પરિબળોની સારી રીતે ઓળખી લે છે. કાર્યમાં સહાયક બને તેવા પ્રયોગોને શોધી કાઢે છે અને આ રીતે તે કામને સફળ બનાવે છે. ૩૯.
તર્કબદ્ધ રીતે પરિણામની કલ્પના કરીને તે કાર્ય કરવાનું શરૂ કરતો હોય છે માટે તેની ઉન્નતિ અવશ્ય થાય છે. સૂરજ ઉગવા માટે પૂર્વદિશાનો સાથ લે તે રીતે તે પરિણામની કલ્પનાપૂર્વક પ્રવૃત્તિનો સાથ લે છે. ૪૦.
અનુપમ પત્નીની સંગાથે તે શોભે છે. કેવી રીતે ?
મેઘ સાથે વર્ષો હોય, દરિયા સાથે ભરતી હોય, ચોમાસા સાથે વીજળી હોય, શંખ સાથે ઉજજવળતા હોય, ફૂલ સાથે સુગંધ હોય, પહાડ સાથે ખીણ હોય અને ઇન્દ્ર પાસે સુધા હોય તે રીતે આ શ્રેષ્ઠી અનુપમ પત્ની સાથે શોભે છે. ૪૧-૪૨.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૨