________________
સમસ્ત સુખોને આપનારાં સૌભાગ્ય જેવા સહવાસનો અનુભવ તે પત્ની સાથે મેળવે છે. વિકાર વિનાના અનેક સુખો દ્વારા તેઓ સ્વર્ગલોકને પરાજીત કરે છે કેમ કે દેવલોકમાં વૈશ્ર્યિવિદ્યા દ્વારા અનેક સુખો મળે છે અને તેમણે તો વિક્રિયા વિના જ સુખો મેળવ્યા છે. ૪૩.
તે નીતિ જાળવે છે. દયાવાનુ છે, આત્માની ચિંતા કરે છે, સમાધિનો અનુભવ કરે છે. જૈનધર્મનું તે મૂર્તિમંત સ્વરૂપ છે. શ્રાવકોમાં તે શિરમોર છે. ૪૪.
કરોડો સૂરજે ઘડ્યું હોય તેવું તેનું તેજ છે. ‘તેનાં દિલમાં અફાટ કરુણા છે, ઉગ્રતા નથી તેથી તે કોઈને દઝાડતો નથી' આવું વિચારનારા ઉજજૈનનગરવાસીઓ તેને હંમેશા સદ્ભાવથી જોયા કરે છે. સૌના પ્રેમને જીતવા દ્વારા તે સાક્ષાત્ પુણ્યનો અવતાર બન્યો છે. ૪૫.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૨
૩૯