SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સમસ્ત સુખોને આપનારાં સૌભાગ્ય જેવા સહવાસનો અનુભવ તે પત્ની સાથે મેળવે છે. વિકાર વિનાના અનેક સુખો દ્વારા તેઓ સ્વર્ગલોકને પરાજીત કરે છે કેમ કે દેવલોકમાં વૈશ્ર્યિવિદ્યા દ્વારા અનેક સુખો મળે છે અને તેમણે તો વિક્રિયા વિના જ સુખો મેળવ્યા છે. ૪૩. તે નીતિ જાળવે છે. દયાવાનુ છે, આત્માની ચિંતા કરે છે, સમાધિનો અનુભવ કરે છે. જૈનધર્મનું તે મૂર્તિમંત સ્વરૂપ છે. શ્રાવકોમાં તે શિરમોર છે. ૪૪. કરોડો સૂરજે ઘડ્યું હોય તેવું તેનું તેજ છે. ‘તેનાં દિલમાં અફાટ કરુણા છે, ઉગ્રતા નથી તેથી તે કોઈને દઝાડતો નથી' આવું વિચારનારા ઉજજૈનનગરવાસીઓ તેને હંમેશા સદ્ભાવથી જોયા કરે છે. સૌના પ્રેમને જીતવા દ્વારા તે સાક્ષાત્ પુણ્યનો અવતાર બન્યો છે. ૪૫. શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૨ ૩૯
SR No.009095
Book TitleManibhadrakavyam
Original Sutra AuthorN/A
AuthorPrashamrativijay
PublisherPravachan Prakashan Puna
Publication Year2008
Total Pages209
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Literature
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy