________________
સુર્દઢ પગલાં, અભેદ્ય ચામડી અને ગુસ્સાદાર આંખોને લીધે શંકર જેવો દેખાતો ગેંડો પોતાની આ શંક૨ જેવી વિશેષતાને લીધે એટલો ડરામણો નથી લાગતો, જેટલો એક શીંગડાને લીધે લાગે છે. ૧૯.
ઊંચાં વૃક્ષો ૫૨ ઠેકડા મારી રહેલા વાંદરાઓને લીધે પાંદડાં, ફૂલો અને ફળો જમીન ૫૨ ખર્યા કરે છે. ગર્ભવતી સસલી એ ખાઈને પોતાનું આરોગ્ય સાચવે છે. પુણ્યશાળીએ કરેલા ઉપકાર, પુણ્યશાળીને જ મળી શકે છે. ૨૦.
આ જંગલોમાં બાણ ઉછાળનારાં ધનુષ્યનો ટંકારવ થતો નથી, જાળમાં ફસાયેલા વન્યજીવોના વિલાપ થતા નથી, પશુના દેહ સિવાયની ગંધથી ઉશ્કેરાયેલા જનાવરોનો ઘૂરકવાનો અવાજ તો હવામાંય ફરકતો નથી. અર્થાત્ આ જંગલોમાં શિકારીઓ પહોંચી
શકતા નથી. ૨૧.
રાતના પડછાયે આ જંગલમાં વિવિધ અવાજ ઉઠતા હોય છે. ક્યાંક શિયાળવા રડે છે. કયાંક ઘુવડ ચિત્કાર કરે છે. કચાંક હાથણના બચ્ચા તીવ્રતાથી ચીસો પાડે છે. તો અચાનક, ઘણા બધા રીંછો તોફાન મચાવવા લાગે છે. ૨૨.
વિરાટ પહાડો, પહાડે પહાડે જામી પડેલી ગંજાવર શિલાઓ, માલવની ભૂમિને નવી ઊંચાઈ આપે છે. એવું લાગે છે કે પહાડો માલવભૂમિનું રક્ષણ કરનારા સૈનિકો છે. કદાવર એમનાં શરીર છે. અખંડ લોહવસ્ત્રો તેમણે ધારણ કર્યા છે. ૨૩.
આ પહાડો પર નાની નાની અગણિત ટેકરીઓ છે, તેના દ્વારા ધીમે ધીમે આ પહાડો ઊંચા થતા જાય છે. પહાડોનાં અંતિમ શિખરો વાદળાને અડકે છે. જાણે કે મનુષ્યલોક અને સ્વર્ગલોકની વચ્ચેનો સેતુ બનવાનું સદ્ભાગ્ય આ પહાડોને મળે છે. ૨૪.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૧
૯