________________
એના કાન વાળથી ઢંકાયેલા રહે છે, કાન પર લાલકેસરનાં ટપકાં કરેલાં હોય છે, અધખીલેલી કળી જેવા નાજુક કાન પર સોનાની બુટ્ટી ક્રીડા કરે છે. ૭.
શ્યામવર્ણના શંકરે માથા પર સફેદવર્ણની ગંગાને ધારણ કરી છે તેની સામે આ શ્રેષ્ઠીએ પોતાના ગૌર દેહના મસ્તક પર, શ્યામવાળના બહાને યમુનાને ધારણ કરી છે. ૮.
આનું મુખ સાથે કમળની સરખામણી થઈ ન શકે, કેમ કે મુખ દિવ્ય છે, કમળ ભૌતિક છે. આનાં મુખ સાથે સૂર્યની સરખામણી થઈ ન શકે, કેમ કે સૂરજ ઉગ્ન છે, મુખ શાંત છે, આનાં મુખ સાથે ચન્દ્રની સરખામણી થઈ ન શકે, કેમકે ચંદ્ર પર કલંક લાગેલું છે, મુખ વિમલ છે. એનાં મુખ સાથે તો કેવળ એનાં મુખની જ સરખામણી થઈ શકે. ૯.
મનોહર મસ્તક ધારણ કરનારી ડોક પર મોંઘા મોંઘા હારો ઝૂલતા રહે છે. શક્તિઓ તો ગુણોના સંપર્કને લીધે જ સુંદર બને છે. ૧૦.
એના મજબૂત ખભાને દૂરથી જો ઈને પણ સૈનિકો પ્રભાવિત થાય છે. સવારે સુર્યનમસ્કારમાં શ્વાસ ખેંચતી વખતે અગણિત સૈનિકો એના જેવા શક્તિશાળી બનવાનું વિચારતા હોય છે. ૧૧.
એના હાથની હથેળી કમળ જેવી કોમળ છે, તો બાહુઓ માંસલ છે અને કાં મજબૂત છે. આ રીતે તે મધુરગુણ અને ઓજસગુણની યુતિ સાધે છે. ૧૨.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૨