________________
આ નગરના મહામાર્ગો, તોફાની ઘોડાઓની ગતિથી ધ્રુજે છે, રાજહાથીના પગતળે ઘમરોળાય છે અને માણસોના ટોળાઓ દ્વારા દબાતા હોય છે છતાં, સજ્જનોએ સ્વીકારેલા વ્રતની જેમ એ અખંડ રહે છે, તૂટતા નથી. ૫૫.
દિવસે ઇચ્છાપૂર્તિની પૂજા માટે સતી સ્ત્રીઓ રાજમાર્ગે ૫૨થી પસાર થાય છે, રાતે અભિસારિકાઓ રાજમાર્ગથી નીકળે છે, રાજમાર્ગ ચૂપચાપ બંનેને જોયા કરે છે. કેવો અદ્ભુત સાક્ષિભાવ ? ૫૬.
દરેક લોકોને પોતપોતાનાં કર્મની આજ્ઞાનું પાલન કરાવતો હોય તે રીતે આ માર્ગ, ઉચિત સ્થાન દર્શાવ્યા કરે છે. એવી કોઈ જગ્યા નહીં હોય કે જે આ માર્ગે આ નગરના નિવાસીઓને નહીં બતાવી હોય. ૫૭.
નગરીના મહારાજાનાં મહાન્ સભાગૃહમાં, આજ્ઞા માનનારા અનેક રાજાઓ બેઠા હોય છે, આશીર્વાદ આપનારા પંડિતો બેઠા હોય છે અને નીતિનું ધન ધરાવનારા મહાજનો બેઠા હોય છે. ૫૮.
આ સભાગૃહમાં ધર્મ, અર્થ અને કામનું રક્ષણ એકી સાથે થાય છે. ન્યાયની વાતો અને તત્ત્વજ્ઞાનની ચર્ચા દ્વારા ધર્મ, પૈસાની પ્રાપ્તિ અને વેપારનાં આયોજનો દ્વારા અર્થ, વારાંગનાઓના નૃત્ય સાથે ગુંજતાં વાજીંત્રો દ્વારા કામ, આ રીતે ત્રણ પુરુષાર્થ રાજસભામાં
સચવાય છે. ૫૯.
રાજા, અત્યંત પ્રતિભાશાળી અને યુદ્ધના વિજેતા એવા સેનાપતિઓ સાથે સભાગૃહના જ વિશેષ ખંડમાં યોગ્ય સમયે ભયને હરનારી ખાનગી ચર્ચા કરતો હોય છે. ૬૦.
શ્રીમાણિભદ્રમહાકાવ્યમ્ ૧
૨૧