________________
H૨ અને સમર આ બે શબ્દમાં કેવળ પ્રકારનો જ ફરક છે. આવું વિચારીને આ નગરના સૈનિકો યુદ્ધના સમયમાં સુખને આરામથી છોડી દે છે. અર્થાત સૈનિકોને ભોગ કરતાં પરાક્રમ વધુ ગમે છે. ૪૯.
સૈનિક તલવાર મારીને હાથીનાં કુંભસ્થળને ફાડી નાંખે છે. એમાંથી નીકળી પડેલા મોટા મોતીઓ જોઈને આ સૈનિકો પાગલ બની જાય છે. એ વખતે તેઓ સિંહની ગર્જનાને પણ ઝાંખી પાડી દે તેવું અટ્ટહાસ્ય કરતા હોય છે. ૫૦.
યુદ્ધમાં ઉતરેલા સૈનિકો યમરાજના અવતાર જેવા હોય છે. તેઓ તીખી દષ્ટિથી શત્રુઓને હરાવી દે છે. તેમના પ્રચંડ દેહ પર જે શસ્ત્રોનો મોટો બોજો રહે છે તે કેવળ ક્રીડા માટે જ હોય છે. ૫૧.
આ નગરમાં હજારો તળાવ છે. તેમાં સૂરજનો તડકો પડે છે તેને લીધે સૂરજના હજાર ચહેરા બન્યા હોય તેવું દૃશ્ય સરજાય છે. અલબત, આ તળાવ રૂપી સૂર્યચહેરાઓ કોમળ હોય છે તેને લીધે તીક્ષ્ણ તેજ ધરાવનારો અને આંખોને વાગનારો સાચો સૂર્ય હારી જાય છે. ૫૨.
તળાવના પાણીમાં તરંગની હારમાળાઓનું ચિત્ર દોરાયેલું રહે છે. પાણીના તરંગો અરસપરસ એકબીજા સાથે અફળાય છે તેને લીધે કોઈ અલગ જ અવાજ ઉત્પન્ન થાય છે. કાંઠે સૂતેલા લોકો હંમેશા એ સાંભળવાની મજા લે છે. પ૩.
ભગવાનની ભક્તિમાં ડૂબેલો અન્તરાત્મા, શરીર અને મનને ભૂલી જાય છે તે રીતે, કપડાની જોડને કાંઠે મૂકીને, ફક્ત લંગોટ પહેરીને પુરુષો આ તળાવોમાં તરતા હોય છે. ૫૪.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૧
૧૯