________________
વૃક્ષોની છાલ પર બાઝી પડેલાં ઝાકળના બિંદુઓ, મૂળભૂત રીતે સફેદ હોવા છતાં - શ્યામરંગી તેજનો અલગ દેખાવ ધારણ કરે છે. એ શ્યામ ઓસબિંદુઓ કેવા દેખાય છે? પ્રેમ ક્રીડા કરી ચૂકેલી ભીલવધૂના પસીના જેવા. ૭.
જંગલનાં વૃક્ષ વૃક્ષ, પાંદડા કાંપવાનો અવાજ થાય છે, મધમાખીનો બણબણાટ થાય છે અને કોયલના ટહુકાર થાય છે. પાંદડા, મધમાખી અને કોયલ, એમ ત્રણેયના અવાજ એકીસાથે – દરેક વૃક્ષ પરથી ઉઠી રહ્યા છે તે જોઈને એવું લાગે છે ભગવાન્ ત્રિમૂર્તિ, અહીં એક રૂપ છોડીને અનેક રૂપમાં પ્રગટ થયા છે. ૮.
પ્રગાઢ રીતે ઊગી રહેલા વૃક્ષોની વચ્ચેથી થઈને તડકો અંદર આવી શકતો નથી. તડકો આવતો નથી માટે તડકાને લીધે જુદા જુદા પડછાયા જોવા મળે તે ગાયબ છે. એવું લાગે છે દરેક વૃક્ષો એક એક દેવ છે કેમ કે દેવતાઓનો જ પડછાયા હોતા નથી. ૯.
આ વૃક્ષોની ટોચને સૂરજનાં કિરણો અડે છે, એ વૃક્ષોની વચોવચ અનેક જીવો વસે છે અને આ વૃક્ષના તળિયે ઔષધિઓ છૂપાયેલી છે, એવું લાગે છે કે દરેક વૃક્ષમાં એક મેરુ વસે છે કેમ કે ઉપર જણાવેલી ત્રણ બાબતો મેરૂમાં જ સાકાર થતી હોય છે. ૧૦
આ વનમાં એટલાં બધાં વૃક્ષો છે કે એ વૃક્ષોનું વર્ણન કરવા માટે સંખ્યા, સીમા, નામ, તુલના કે અનુમાનનો ઉપયોગ થઈ શકે તેમ નથી. તેથી એમ કહેવાનું મન થાય છે કે આ વન વૃક્ષોથી નહી બલ્ક સિદ્ધભગવંતોથી ભરેલું છે. કેમ કે સિદ્ધોનું વર્ણન કરવા માટે પણ સંખ્યા, સીમા, નામ, તુલના કે અનુમાનનો ઉપયોગ થઈ શકતો નથી. ૧૧.
ધુવાદાર હવાઓ સતત વહેતી હોય ત્યારે ઝૂમતાં વૃક્ષો દ્વારા આ જંગલ બેફામ બનીને નટરાજનું નૃત્ય કરતું હોય છે. નટરાજનાં નૃત્યમાં અને જંગલનાં કંપનમાં સમાન રીતે જોવા મળતી બાબતો આ છે : અંગો ધ્રુજે, મોટો અવાજ થાય. જગતની સદંતર અવહેલના થતી હોય તેવું વર્તાય. ૧૨.
શ્રી માણિભદ્રમહાકાવ્યમ્ ૧