Book Title: Mahek Manavtani Author(s): Kumarpal Desai Publisher: Jaibhikkhu Sahitya Trust View full book textPage 6
________________ અંતરની મગલભાવના “ૐ શાંતિ” તા. ૪-૧૧-'૯૭ - રાજકોટ ધર્મપ્રિય, કર્તવ્યનિષ્ઠ, ચંદનસમાન સુવાસિત જીવન ધરાવતા અમારા સુજ્ઞ શ્રાવક ચંદ્રકાન્તભાઈ ભણશાળી આજના સદ્ભાગ્યપૂર્ણ દિવસે તમે ૭૦ વર્ષ પૂર્ણ કરીને ૭૧મા વર્ષમાં પ્રવેશ કરો છો, તે ખૂબ જ આનંદનો વિષય છે. તમે ખૂબ સુખ, આનંદ અને સંતોષપૂર્વક સુદીર્ઘકાળ પસાર કર્યો. તમારાં પસાર થયેલાં વર્ષો પર દષ્ટિપાત કરતાં એક અનોખો સુવર્ણમય ઇતિહાસ નજરે પડે છે. તમારાં એક-એક વર્ષો નવી નવી પ્રેરણાત્મક પ્રવૃત્તિથી પસાર થયેલાં છે. ખૂબ ખૂબ અભિનંદન! તમે ઘણાં વર્ષોથી પ્રસન્નહૃદયે શાસનની, સંઘની અને સમાજની સેવા કરી રહ્યા છો. સેવાનો ગુણ તમે જીવનમાં શ્વાસોચ્છવાસની જેમ વણી લીધો છે. આપની મોટી વય હોવા છતાં પણ એટલા જ ઉત્સાહથી, ઉમંગથી અને સ્કૂર્તિથી સેવા કરી રહ્યા છો, તે ખૂબ જ આદરણીય અનેPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58