Book Title: Mahek Manavtani
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust
View full book text
________________
સાચું શરણ શ્રાવસ્ત નગરી, મેઘરથ રાજા. રાજાની સભામાં એક નિમિત્તિયો આવ્યો. સહુ નિમિત્ત જોવડાવવા લાગ્યાં. મેઘરથ રાજાએ કહ્યું: “ભાખ રે નિમિત્તિયા, મારું નિમિત્ત !' નિમિત્તિયો કહે: “આજથી સાતમે દિવસે તમને વીજળીની વાત છે.”
બધે હાહાકાર વ્યાપી ગયો. કોઈ કહેઃ “જ્યાં વાદળ-વીજળી ન થતા હોય એ દેશમાં ચાલો.
કોઈ કંઈ કહે, કોઈ કંઈ ! રાણીઓ રુદન કરે. કુમારો કલ્પાંત કરે. રાજા ખૂબ વિચારમાં પડ્યો ને પછી બોલ્યો:
“મરવાનું તો સહુને છે. સાચું શરણ ધર્મનું છે. મને અમર કરે તો એકમાત્ર ધર્મ ! ગાદી પર ગમે તે બેસે, હું ધર્મધારે જઈને પૌષધ લઈ પૂર્ણ શાંતિને આરાધીશ.” .
લોકો કહે છે: “અમે બીજો રાજા નહિ કરીએ. સિંહાસન પર રાજાની પ્રતિમા સ્થાપો ને દીવાન-મંત્રીઓ રાજ ચલાવે.”
અષાઢના દિવસો આવ્યા.
એક રાતે કડડડ કરતી વીજળી પડી. લોકો કહે : “નક્કી ! નિમિત્તિયો સાચો: રાજાનો કાળ આવી પહોંચ્યો”.
સહુએ જઈને જોયું તો રાજા ધર્મધારે પૌષધમાં બેઠેલા, ને વીજળી દૂર જમીનમાં પેસી ગયેલી !
સહુ બોલ્યા: “ધર્મપસાયે રાજાની ઘાત ટળી ! સાચું શરણ ધર્મનું !”

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58