Book Title: Mahek Manavtani
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 28
________________ બચીને ઘરે આવ્યો, ત્યાં વળી ઘરમાં પગ મૂકતાં જ આવા અપશુકન થયા ! ક્રોધ અવિચારી છે, ક્રોધી આંધળો છે. અંધ માનવી પોતે જોઈ શકતો નથી, પણ પોતે શું કરે છે એ જાણે છે ખરો. જ્યારે ક્રોધથી અંધ તો પોતે શું કરે છે, એય જાણતો નથી ! ક્રોધથી ધુંવાપૂવાં થયેલા લુહારે વજનદાર ઘણ ઉપાડ્યો. એવા જોરથી માથા પર લગાવું કે પળવારમાં સોએ વરસ પૂરાં થઈ જાય ! કોઈએ લુહારને રોક્યોય ખરો ! સાધુની હત્યાના મહાપાતકની યાદ આપી. કોઈએ એને સમજાવવા કોશિશ કરી, તો કોઈએ શાંત પાડવા પ્રયત્ન કર્યો. પણ આનાથી તો કમજોર લુહારનો ક્રોધ વધી ગયો. જીવ સટોસટનો મામલો રચાઈ ગયો ! લુહાર વજનદાર ઘણ ઉપાડીને વીંઝવા તૈયાર થયો. યોગી મહાવીર તો એમ ને એમ અડગ ઊભા હતા. ન ક્યાંય ભય, ન સહેજે કંપ. સમભાવપૂર્વક અચળ મેરુની જેમ ધ્યાનમાં મગ્ન હતા. યોગીની શાંતિએ લુહારને વધુ ઉશ્કેર્યો. એણે જોશથી ઘણ વીંઝયો હમણાં ઘણ વાગશે, યોગીની કાયા ઢળી પડશે ! પણ આ શું ? ક્રોધથી ધંધવાતા અને ધ્રુજતા હાથે લુહાર ઘણ વીંઝવા ગયો. દાઝ એટલી હતી કે અહીં અને અબઘડી જ આને ખતમ કરી નાખું. ઘણ ઊંચકીને વીંઝવા ગયો ત્યાં જ લુહારનો હાથ છટક્યો. ઘણ સામે વીંઝવાને બદલે લુહારના મસ્તક પર ઝીંકાયો. બીમારીમાંથી માંડ બચેલો લુહાર તત્કાળ ક્રોધનો કોળિયો બની ગયો. બીજાનો નાશ કરવા જનાર ક્રોધી પોતાનો વિનાશ કરી બેઠો ! ધ્યાનસ્થ મહાવીર તો એમ ને એમ અડગ ઉભા હતા ! કિમ ર ક કરો

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58