________________
ત્રીજા રનું નામ છે કાર્યરત્ન. જ્ઞાન થયું, શ્રદ્ધા બેઠી, પણ જો આચરણ ન કર્યું તો બધું નકામું. આ કાર્યરત્ન તેમને આચરણ કરવા પ્રેરે છે.'
યવનરાજ કહે : “અદ્ભુત છે આ રત્નો ! મને એ સ્વીકાર્ય છે. મને દીક્ષા આપો.” જ્ઞાન, દર્શન ને ચારિત્ર-આ ત્રણ અપૂર્વ રત્નો કિરાતરાજને મળ્યાં. એનો બેડો પાર થઈ ગયો.
એકને જીતો કેશીકુમાર શ્રમણે એક દિવસ ગૌતમ ગણધરને પ્રશ્ન કર્યો :
તમે હજારો શત્રુઓની વચ્ચે રહો છો; તેઓ તમારા પર હુમલો પણ કરે છે; છતાં તમે કેવી રીતે વિજયી થાઓ છો ?'
ગૌતમ ગણધરે કહ્યું : “પહેલાં હું મારા એક શત્રુને જીતું છું ; પછી ચારને સહેલાઈથી જીતી લઉ છું. ચાર તાબે થઈ જાય એટલે દશ પર હલ્લો કરું છું ને વિજય મેળવું છું; પછી તો હજારોને ક્ષણભરમાં હરાવી દઉં છું.?
કુમાર શ્રમણે પૂછ્યું : “એ શત્રુઓ કયા ક્યા ?'
ગૌતમ બોલ્યા : “પહેલાં તો સૌથી મોટો શત્રુ મારો અહંકારી આત્મા. એને જીતું એટલે ક્રોધ, માન, માયા, લોભ એ ચાર કષાય શત્રુ તરત જ જિતાય છે. એ ચારને જીતી લઉં એટલે કાન, આંખ, નાક, જીભ અને સ્પર્શ એ પાંચ ઇંદ્રિયના પાંચ સારા અને પાંચ ખોટા વિષયો જીતી શકાય છે. આ દશ શત્રુઓને જીત્યા એટલે પછી હજારોની પરવા રહેતી નથી; હું પછી શાંતિથી ભ્રમણ કરી શકું છું.”
“હે ગૌતમ ! માણસના હૃદયમાં એક વિષવેલી ઊગે છે, ફૂલે છે, ફળે છે. એને તમે કેવી રીતે કાપી ? એનું નામ શું ?” •
પહેલાં એ વેલને કાપી; પછી મૂળથી ઉખાડીને ફેંકી. પછી એનાં વિષફળ મારે ચાખવાનાં જ ન રહ્યાં. આ વિષવેલનું નામ છે ભવતૃષ્ણા !”