________________
પારકાની પીડા સ્વામી રામકૃષ્ણ પરમહંસ.
એમનું બાળપણનું નામ હતું ગદાધર. નાની વયથી જ એમનું સુંદર રૂપ સહુને આકર્ષતું હતું. એમનો સંગીતમય કંઠ અને ચારિત્રયની પવિત્રતા પ્રભાવિત કરતાં હતાં. સ્વામી રામકૃષ્ણ ઊંડી ધાર્મિક ભાવનાઓ અને અવારનાવાર જાગતી સમાધિને કારણે સંત તરીકે જાણીતા હતા.
આ સંતને માતા-પિતા પ્રત્યે અગાધ ભક્તિ હતી. એમનું દક્ષિણેશ્વરનું મંદિર એટલે સાધુ, સંતો અને વિચારકોનું પ્રેરણાસ્થાન. આવા મહાન સંતની સંવેદનશીલતા એટલી કે સામાન્યમાં સામાન્ય ઘટના પણ એમના અંતરને ખળભળાવી જાય.
સ્વામી રામકૃષ્ણ પરમહંસ એક વાર દક્ષિણેશ્વરથી ગંગા પાર કરી રહ્યા હતા. તેઓ જેવા હોડીમાં બેઠા કે તરત જ જોરશોરથી ચીસો પાડવા માંડ્યા. તેઓ કહેતા હતા :
“મને મારો નહિ ! મને મારશો નહિ ! મને મારો નહિ !”
હોડીમાં બેઠેલા સહુ કોઈને આશ્ચર્ય થયું. એમણે સ્વામી રામકૃષ્ણ પરમહંસને શાંત પાડવા કેશિશ કરી. ધીરેથી એમને સમજાવતાં કહ્યું :
“અરે ! આપને ક્યાં કોઈ મારે છે? આપ તો હોડીમાં બિરાજમાન છો. અહીં વળી કેવો ભય ?”
સાથેના મિત્રોએ હિંમત આપતાં કહ્યું, “તમને કોણ મારી શકે ? અમે તમારી સાથે છીએ. તમે સહેજે ફિકર ન કરશો.”
આમ છતાં સ્વામી રામકૃષ્ણ પરમહંસ તો જોરથી ચીસો પાડતાં બોલતા હતા, “મને મારો નહિ. મને જવા દો. મેં તમારું શું બગાડ્યું
A
: