________________
છે ? મને મારો નહિ.”
અને આમ ચીસો પાડતાં પાડતાં એમની આંખોમાંથી આંસુની ધારા વહેતી હતી. જાણે પીઠ પર કોઈ મારતું હોય તેમ પોતાની પીઠને
બતાવતા હતા.
હોડીમાં બેઠેલાઓએ એમની પીઠ જોઈ અને આશ્ચર્ય થયું. પીઠ પર કોરડા માર્યાનાં નિશાન હતાં. ચામડી ઉતરડાઈ ગઈ હતી. એમાંથી લોહી નીકળતું હતું.
હોડી કિનારે પહોંચી અને લોકોએ જોયું તો એક ટોળું ભેગું થઈને એક માણસને કો૨ડા મારતું હતું. એની પીઠ પર પણ રામકૃષ્ણ પરમહંસની પીઠ જેવાં જ નિશાન હતાં.
મિત્રોએ સ્વામી રામકૃષ્ણને પૂછ્યું કે આવું કેમ બન્યું કઈ રીતે ?
કે
ત્યારે સ્વામીજીએ એટલો જ ઉત્તર આપ્યો કે “હું હોડીમાં બેસતો હતો, ત્યારે મેં જોયું કે સામે કિનારે કોઈ માનવી પર કો૨ડા વીંઝવાની તૈયારી થઈ રહી છે. મારા અંતરાત્મામાંથી અવાજ આવ્યો કે એને મારશો નહિ. પછી શું થયું તેની મને ખબર નથી.”
શત્રુ અથવા મિત્ર બધા પ્રાણીઓ પર સમભાવ દૃષ્ટિ રાખવી તે અહિંસા છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર
33