________________
મહાત્મા સર્રિસકીતે કહ્યું, ‘વાત એવી છે કે આજથી ત્રીસ વર્ષ પહેલાં આ શહેરની બજારમાં મોટી આગ લાગી. આગના સમાચાર સાંભળતાં જ હું બજા૨ ભણી દોડ્યો, કા૨ણ કે એ બજારમાં મા૨ી પણ એક દુકાન હતી. ઝડપથી બજા૨ ત૨ફ દોડતો હતો, ત્યાં રસ્તામાં એક માણસ મળ્યો અને એણે મને સમાચાર આપ્યા. એણે હ્યું કે ‘તમારે આટલી બધી દોટ મૂકવાની જરૂ૨ નથી. આગ તો સહુએ ઠારી નાંખી છે. બધાની દુકાન બળી ગઈ પણ તમારી દુકાનને ઊની આંચ પણ આવી નથી. હું જોઈને આવ્યો છું કે તમારી દુકાન સાવ સલામત છે.’
આ સાંભળીને હું બોલી ઊઠ્યો, ‘હે ખુદા ! તને લાખ લાખ ધન્યવાદ. તારો પાડ માનું તેટલો ઓછો છે'.
બસ, આજ સુધી મારા એ શબ્દો માટે ખુદાની માફી માંગું છું. ખુદાને કહું છું કે આવો ગુનો ફરી કરી બેસું નહિ તેવી ખબરદારી મને આપજે.
સાથીએ કહ્યું, ‘આમાં તે વળી ખુદાની માફી શા માટે માંગવાની હોય ? તમારી દુકાન સલામત રહી એ ખુદાનો પાડ જ કહેવાય ને !’
ન
મહાત્મા સર્રિસકીતે કહ્યું ‘મારી એ જ ભૂલ થઈ ગઈ. મારી દુકાન સલામત રહી એ સાચું, પરંતુ મારી આસપાસની દુકાનો ધરાવનારાઓનો મેં વિચાર ન કર્યાં. એમની સંપત્તિ નાશ પામી છતાં મેં ખુદાને ધન્યવાદ આપ્યા. હકીકતમાં તો મેં મારા સાથી દુકાનદારોની ઘોર ઉપેક્ષા કરી કહેવાય. મેં આવો મોટો ગુનો કર્યો એ જાણ્યા પછી એટલો બધો પસ્તાવો થયોકે એ દિવસથી રોજ મારા ગુના માટે ખુદાની માફી માંગું છું.’
35