Book Title: Mahek Manavtani
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 39
________________ ગુનાની માફી સર્વિસકીત એક સાચો ઈશ્વર ભક્ત હતો. એના જીવનમાં પદે પદે જાગૃતિ પ્રગટ થતી હતી. રોજ ખુદાની બંદગી કરે અને બંદગી કર્યા પછી હંમેશાં એક વાક્ય કહે : “હે ખુદા ! તું મને માફ કર.” સર્વિસકીતની બંદગી પછી આ વાક્ય અનેક લોકોએ રોજ સાંભળ્યું હતું, પણ કોઈને એનો તાગ કે તાળો મળતો ન હતો. કેટલાકને એમ થતું કે આવો ખુદાપરસ્ત માનવી ક્યાં ગુનો કરે છે ! શા માટે એ રોજ જેટલી વાર ખુદાની બંદગી કરે. એટલી વાર એની માફી માગતો હશે ? એક દિવસ એમના એક સાથીથી રહેવાયું નહિ. એને થયું કે શા માટે સર્ટિસકીત રોજેરોજ માફી માંગતા હશે ! એવો તે એ કયો ગુનો કરે છે કે એમને આ રીતે સતત ક્ષમાયાચના કરવી પડે. સાથીએ મહાત્મા સર્વિસકીતને પૂછ્યું, “આપને વાંધો હોય તો હું મારા મનમાં જાગેલી એક શંકા વિષે પૂછ્યું.' - સર્વિસકીને એને પ્રેમથી કહ્યું, “જે કંઈ પૂછવું હોય તે નિ:સંકોચ પૂછો.' સાથીએ પૂછ્યું, “મારા મનમાં સવાલ એ જાગે છે કે આપ છેલ્લાં ત્રીસ વર્ષથી ખુદાની બંદગી કર્યા બાદ એમ બોલો છો કે “હે ખુદા ! મને માફ કર.' આવું રોજેરોજ કરવાની શી જરૂર ? ખુદાનો એવો તે કયો ગંભીર ગુનો કર્યો છે કે જેથી તમારે આમ દરરોજ સતત માફી માંગવી પડે ?”

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58