________________
પાણીમાં થા
મહાપ્રભુ ચૈતન્યુ સદાય ભક્તિમાં મસ્ત રહેતા હતા. એમના એક પરમ મિત્ર રઘુનાથ શિરોમણિ હતા. બંને વચ્ચે એવી દેસ્તી કે જાણે પુષ્પ અને પરિમલ.
રઘુનાથ શિરોમણિએ ન્યાયશાસ્ત્ર પર એક સુંદર ટીકા લખી. એણે એ પોતાના ૫૨મ મિત્ર ચૈતન્યદેવને ઉમંગ અને ઉત્સાહથી બતાવી. ચૈતન્યદેવ મિત્રની વિદ્વત્તાથી પ્રસન્ન થયા અને કહ્યું કે “સાચે જ અદ્ભુત છે !”
રઘુનાથ શિરોમણિના અંતરના શબ્દો બહા૨ સરી પડ્યા. એમણે કહ્યું, “મિત્ર ! આ ટીકા તો મને ભારતભરનો એક શ્રેષ્ઠ પંડિત બનાવશે. મારી કીર્તિ જગતભરમાં ફેલાઈ જશે. સાચે જ મારું જીવતર સફળ થયું. મારો શ્રમ સાર્થક બન્યો”.
ચૈતન્યદેવે મિત્રને કહ્યું,કે તેઓ પણ ન્યાયશાસ્ત્ર પર આવી એક ટીકા લખી રહ્યા છે. રઘુનાથના હૃદયમાં ફાળ પડી. એ ચૈતન્યદેવના ઘેર ગયા અને એમની પાસેથી એ પુસ્તક લઈને વાંચવા લાગ્યા. પણ જેમ પુસ્તક વાંચે તેમ એમનો ચહેરો વધુ ને વધુ કાળો પડતો ગયો. એમના મુખ પર ઘેરો વિષાદ છવાઈ ગયો. જાણે નૂર ઊડી ગયું હોય એવો તેમનો દેખાવ લાગવા માંડ્યો.
ચૈતન્યદેવ મિત્રનો મનોભાવ કળી ગયા. એમણે રઘુનાથને પૂછ્યું. “કેમ, આટલા બધા વિચારમાં પડી ગયા ?”
રઘુનાથે કહ્યું, “મિત્ર, તારી ટીકા આગળ મારી ટીકાતો કૂતરાંય નહિ સૂંઘે. મને એમ હતું કે મારી ટીકાથી ભારતભરમાં કીર્તિ મેળવીશ પણ તારી ટીકા વાંચતાં એમ લાગે છે કે હવે એ વાત સ્વપ્ન બની જશે.
30