________________
માનવતાની મૂર્તિ
મુંબઈમાં રાયચંદભાઈ ઝવેરાતનો ધંધો કરતા હતા.
વેપાર ખેડે, પણ નીતિ-નિયમથી, પૂરી પ્રામાણિકતા અને સચ્ચાઈથી. એક વાર એક સોદો કર્યો. રાયચંદભાઈએ બાનાની ૨કમ આપી
દીધી.
સામા વેપા૨ી સાથે નક્કી કર્યું કે એણે અમુક ભાવે આટલું ઝવેરાત આ તિથિએ આપવું.
બંનેએ કરારના કાગળ પર સહી કરી. ઝવેરાતના બજારમાં મોટી ઊથલપાથલ આવી. ભાવ એકાએક વધરા લાગ્યા. બીજી ચીજમાં થોડી તેજી-મંદી થાય, પણ આતે ઝવેરાત ! ભાવ વધે એટલે ઊંચા આસમાને જ પહોંચી જાય. વેપારીના હોશ-કોશ ઊડવા માંડ્યા. દશા એવી આવી કે વેપારી નક્કી કરેલું ઝવેરાત ખરીદે તો એને ઘરબાર હરાજ કરવાં પડે.
રાયચંદભાઈ ઊથલપાથલથી માહિતગાર હતા. વેપારીની દશા ને વ્યથા કેવી હશે એનો એમનો ખ્યાલ આવ્યો.
સામે પગલે ચાલીને વેપારીની દુકાને ગયા. દૂરથી રાયચંદભાઈને આવતા જોઈને જ વેપા૨ીને તો પરસેવો છૂટવા લાગ્યો. એને તો પોતાનો ફાળ સામે આવતો હોય તેમ લાગ્યું. !
વેપારીએ ધ્રૂજતા અવાજે રાયચંદભાઈને કહ્યું : “માફ કરજો ! હું ગોઠવણ કરી જ રહ્યો છું. ભલે મારું સર્વસ્વ લુટાઈ જાય, પણ હું બેવચની નહિ બનું. તમે સહેજે ચિંતા રાખશો નહિ.”
રાયચંદભાઈએ કહ્યું: “ચિંતા તને નહિ, પણ મને થાય છે.”
28