Book Title: Mahek Manavtani
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 30
________________ દેવને પણ દુર્લભ મહાન સત્તાશીલ રાજરાજેશ્વર : નામ દશાર્ણભદ્ર. એના ખજાને કોઈ વાતની ખોટ નહિ. એને પોતાના ખજાનાનું ભારે અભિમાન ! ભગવાન મહાવીરનો એ પરમ ભક્ત ! ભગવાન પાટનગરીમાં આવવાના સમાચાર આવ્યા. રાજાએ વિચાર કર્યો કે સામૈયું એવું કરું કે દેવો પણ કરી શકે નહિ. એણે પોતાની ચતુરંગી સેના, રત્ન-મણિક્યથી ભરેલો ખજાનો, સૌંદર્ય ને ગીતભર્યું અંત:પુર ને ખંડિયા રાજાઓને સામૈયામાં નોતર્યા. લોકોએ કહ્યું કે “અભૂતપૂર્વ સમૃદ્ધિ ! અપૂર્વ વૈભવ ! આવું સામૈયું ન થયું કે ન થશે !” દેવોના રાજા ઇન્દ્રને થયું કે ભક્તિ જુદી વસ્તુ છે; ને અભિમાન જુદી વસ્તુ છે. અભિમાન ને અહંકાર ભક્તને દુર્ગતિમાં નાખે છે. માટે આને બોધપાઠ આપું. - દેવરાજ સામૈયું લઈને આવ્યા. અહોહો, શું એનો વૈભવ ! શું એની છટા ! દશાર્ણભદ્રના હાથીને એક સુંઢ : દેવરાજના હાથીને સાત સુંઢ ! રાજાના ઘોડાને ફક્ત ચાર પગ; દેવરાજના ઘોડાને પગ ને પાંખો બંને ! સેના તો જાણે સાગર જોઈ લો ! ગણી ગણાય નહિ. દશાર્ણભદ્રના અહંકારને ફટકો પડ્યો, એણે વિચાર કર્યો કે હું એવું કરી બતાવું કે દેવરાજ જોયા જ કરે ! એણે સપરિવાર રાજપાટ ત્યાગી દીક્ષા અંગીકાર કરી. દેવરાજ ઇન્દ્ર બધું કરી શકે, પણ દીક્ષા લઈ ન શકે ! દેવને એ દુર્લભ વસ્તુ હતી. દેવરાજ ઇન્દ્ર રાજા દશાર્ણભદ્રને હરાવી શક્યો, પણ સાધુ દશાર્ણભદ્રના ચરણે આવીને નમ્યો.

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58