Book Title: Mahek Manavtani
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 29
________________ સત્ય છતાં પ્રિય રાજગહનો શ્રેષ્ઠી. નામે મહાશતક. એ શ્રમણોપાસક બન્યો. ઘરમાં એથી વિપરીત બન્યું. એની સૌન્દર્યશાલિની પત્ની રેવતી મઘ-માંસ અને મોજશોખમાં લુબ્ધ બની ગઈ. મહાશતક પત્નીને સુમાર્ગે દોરવા પ્રયત્ન કરી રહ્યો, પણ એનું કંઈ પરિણામ આવ્યું નહિ, બલ્ક વિશેષ બગાડ થયો! શ્રમણોપાસક મહાશતકે ગૃહસ્થાધર્મની અંતિમ આરાધના કરી અનશન કર્યું. શુભ અધ્યવસાય ને કર્મોના ક્ષયોપશમથી એને અવધિજ્ઞાન ઉત્પન્ન થયું. આ વખતે ભગવાન મહાવીરે પોતાનું ૪૧મું ચાતુર્માસ રાજગૃહના ગુણશીલચૈત્યમાં કર્યું. રેવતી આ વખતે મહાશતક પાસે ગઈ ને બીભત્સ ચેષ્ટાઓ કરવા લાગી ને એના શ્રદ્ધેય પુરુષો માટે ગમે તેમ બોલવા લાગી. મહાશતકે એક વાર આંખ આડા કાન કર્યા, પણ આખરે પોતાના ઇષ્ટ દેવોની નિંદાથી તેને ક્રોધ થયો ને અવધિજ્ઞાન દ્વારા જ્ઞાત કરીને એણે પત્નીને કહ્યું : સાત દિવસ ભીતર, અલસ રોગથી પીડાઈને, મરીને તું નરકે જઈશ, હે ચંડે!” રેવતી શાપથી વિકલ થઈ, એને મોત નજર સામે રમવા લાગ્યું. ખરેખર સાત દિવસે એ ગુજરી ગઈ. ભગવાન મહાવીરને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે ઇન્દ્રભૂતિ ગૌતમને કહ્યું : “તમે મહાશતક પાસે જાઓ ને તેને ચેતવણી આપો, યથાર્થ સત્ય હોવા છતાં અપ્રિય કઠોર વચન બોલવાં એ અનશનધારી શ્રમણોપાસકને શોભતાં નથી. પ્રાયશ્ચિત્ત લઈ શુદ્ધ થવું ઘટે.” ગૌતમે મહાશતકને સંદેશો પહોંચાડ્યો, મહાશતકે પ્રાયશ્ચિત

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58