________________
ક્રોધનાં કડવાં ફળ ભગવાન મહાવીરના આગમનથી સમૃદ્ધ વૈશાલી નગરી આનંદ અને ઉલ્લાસમાં હિલોળા લેવા લાગી.
* કુમાર વર્ધમાન મહાન યોગી બનીને પોતાના વતનમાં પધાર્યા હતા. ઠેર ઠેર તોરણો બાંધ્યાં હતાં. રંગ-બેરંગી ધજાઓ ફરકતી હતી. ઊંચા-ઊંચા મહેલોમાં વસતા વૈભવશાળી શ્રેષ્ઠીઓ પ્રભુને પોતાને ત્યાં પધારવા વિનવતા હતા. ગગનચુંબી પ્રાસાદોમાં રહેતા રાજપુરુષો ભગવાનનાં પગલાંથી પોતાનો આવાસ પાવન કરાવવા ઇચ્છતા હતા. બધા વિચારે કે પ્રભુ કોના પ્રાસાદમાં ઉતારો રાખશે ? કોની હવેલીને પોતાનું સ્થાન બનાવશે ? કોને આ પુણ્યફળ સાંપડશે ?
મહાવીરને તો ઊંચી હવેલી કે તૂટી ઝૂંપડી સરખાં હતાં. અમીર ને ગરીબ એક હતા. ધનિક ને નિર્ધન સમાન હતા. એમને તો કોઈને અગવડ ન થાય, મોહ-માયાનું બંધન આડે ન આવે એવા કોઈ સ્થાને રહેવું હતું.
આખરે એક લુહારના નિર્જન ડેલા પર પસંદગી ઉતારી. બીમાર લુહાર હવાફેર માટે બીજે રહેવા ગયો હતો. સ્થળ શાંત હતું. ધ્યાનને યોગ્ય હતું. વળી પોતાનાથી કોઈને અગવડ પડે તેમ ન હતું. કોઈ હવેલી કે પ્રાસાદને બદલે લુહારની કોઢને ઉતારો બનાવ્યો.
સંજોગવશાત્ બહારગામ ગયેલો લુહાર સાજો થઈને પાછો આવ્યો. એણે જોયું તો પોતાના મકાનમાં કોઈ સાધુ જગ્યા જમાવી બેઠો હતો ! મનમાં માન્યું કે નક્કી પોતાની ગેરહાજરીમાં કોઈએ જગ્યા પચાવી પાડી ! સબ ભૂમિ ગોપાલકી માનનારે આ ભૂમિ પોતાની કરી લીધી.
લાંબી બીમારીમાંથી ઊઠીને આવ્યો હતો. એમાંય આવતાં વેંત આ સાધુને જોતાં જ એના ગુસ્સાનો પાર ન રહ્યો. માંડ મોતના મુખમાંથી