Book Title: Mahek Manavtani
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 24
________________ પરિગ્રહનો પ્રપંચ શ્રાવણ મહિનો. અમાવાસ્યાની કાળી ઘનઘોર રાત. આકાશમાં બારે મેઘ વરસે, વીજળીના ચમકારા થાય. ધરતી ધ્રુજે એવી ગર્જના થાય. જોશભેર પવન ફૂંકાય. આવા સમયે રાજા શ્રેણિકની રાણી ચેલણા એકાએક જાગી ગઈ. નદીમાં ઘોડાપૂર ઘૂઘવતું હતું. રાણી ચેલણાએ રાજમહાલયની એક બારી ખોલીને નદી ભણી નજર કરી. વીજળીના ઝબકારામાં એણે તોફાની નદીને કિનારે એક માનવીને જોયો. એ માનવીએ માત્ર લંગોટી પહેરી હતી. ટાઢથી થરથર ધ્રૂજતો હતો. આમ છતાં પૂરમાં તણાતા લાકડાને એકલે હાથે દોરડા વડે ખેંચતો હતો. પવનનો સપાટો આવે, અને પગ ધ્રુજવા માંડે. વરસાદની હેલી આવે અને આંખે કશું દેખાય નહિ. આમ છતાં એ વારંવાર પાણીમાં તણાતા લાકડાને દોરડાથી ખેંચતો હતો. પૂરમાં તણાતી વસ્તુઓને મેળવવા મથતો હતો. દયાળુ રાણી ચેલણાને અનુકંપા જાગી. એને થયું કે આ તે કેવો માણસ ! આટલા ધોધમાર વરસાદ, ફૂંકાતા પવનમાં આ તોફાને ચડેલી નદીમાંથી લાકડાં ખેંચે છે ? રાણીએ રાજા શ્રેણિકને જગાડ્યા, અને બારીએ આકાશમાં ચમકતી વીજળીના પ્રકાશમાં પેલા માનવીને બતાવતાં કહ્યું : જુઓ મહારાજ ! આપના રાજ્યમાં કેવા કંગાલ માણસો વસે છે ! આવા ધોધમાર વરસાદમાં જાનનું જોખમ ખેડીનેય પેટનો ખાડો પૂરવા કેવી જહેમત ઉઠાવે છે ! આવા દુ:ખી માનવીઓનું દુઃખ દૂર કરવું તે જ આપણો રાજધર્મ છે.” ક

Loading...

Page Navigation
1 ... 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58