________________
અભિગ્રહ વિશાલપુરી નગરી. ચંદ્રાવસંત રાજા. રાજા ધર્મપરાયણ. એક રાત્રિએ રાજા કાયોત્સર્ગ કરીને ઊભો રહ્યો.
મનમાં એ પ્રકારનો અભિગ્રહ કર્યો કે જ્યાં સુધી દીવો બળે ત્યાં સુધી કાયોત્સર્ગ (કાઉસગ્ગ) પારવો નહિ પૂરો કરવો નહિ.
એક પ્રહર પૂરો થયો. દીવાનું તેલ ખૂટ્યું. દીવો બુઝાવાની અણી પર આવ્યો. રાજાએ કાઉસગ્ગ પારવાની તૈયારી કરી.
એ વેળા દાસી ત્યાં આવી. દીવાને બુઝાતો જોયો. દોડીને તેલ લઈ આવી. દીવામાં તેલ પૂરી વાટ સરખી કરી.
બીજો પહોર પૂરો થવા આવ્યો.
ફરી દીવો બુઝાવા લાગ્યો. દાસી ત્યાં જ ફરજ પર હતી. રાજા કાયોત્સર્ગમાં હોય ને દીવો બુઝાઈ જાય, એ ઉચિત નહિ.
દાસી પોતાની ફરજ યાદ કરી રહી. ફરી તેલ પૂર્યું, દીવો ઝબકવા લાગ્યો.
એમ ત્રીજા પ્રહરે ફરી તેલ પુરાયું અને રાજાની વૃદ્ધ કાયા થાકથી થરથર ધ્રુજવા લાગી. પણ રાજાએ વિચાર કર્યો :
“રણમાં પીઠ ફેરવે એ વીર નહિ, લીધી પ્રતિજ્ઞા તોડે તે શૂર નહિ. અભિગ્રહ નહિ તોડું.”
દાસી પણ ખબરદાર હતી. ચોથે પહોરે નિર્દોષ ભાવે તેલ પૂર્યું.
સવાર થઈ, દિપ બુઝાયો, રાજાએ કાઉસગ્ગ પૂરો કર્યો. એ નીચે બેસવા ગયા. પણ અતિશ્રમથી થાકી ગયેલા. નીચે પડ્યા ને પ્રાણપંખી ઊડી ગયું. જીવન પણ ધન્ય, મૃત્યુ પણ ધન્ય !
કે કમ'
નહી
રે
છે
. આ
છે
ફર્ડ