Book Title: Mahek Manavtani
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 21
________________ પ્રદેશના વતનીઓને ગમતી રમત હતી. ભગવાન મહાવીર આવા દુર્ગમ અને ઘાતકી માનવીઓથી ભરેલા પ્રદેશમાં પ્રવેશ્યા. જાણે સામે ચાલીને હિંસાના પ્રદેશમાં અહિંસાના અવતાર ન આવતા હોય ! કોઈએ યોગી મહાવીર પર ધૂળ ઉડાડી, કોઈએ એમને ભોંય પર પટકવા પ્રયાસ કર્યો. કોઈએ કૂતરા કરડાવ્યા, તો કોઈએ એમના શરીરમાંથી માંસ કાપી લીધું. નિર્દયતાની હદ આવી ગઈ. ક્રૂરતા સીમા વટાવી ગઈ. પરંતુ યોગી મહાવીરના ચહેરા પર અણગમાની એક રેખા જોવા ન મળે. અસહ્ય માર મારનારની સામે પણ એમની અમી દૃષ્ટિ વરસતી. એમના અંતરમાં હિંસાના ધવાનળની વચ્ચે પૂર્ણ અહિંસાનો ભાવ પ્રગટ થયો. દેહના કેટલાય કષ્ટો સહન કર્યા. પરંતુ આને પરિણામે આત્મશુદ્ધિનો અમૃત ફૂપો વધુ નજીક આવતો ગયો. જગતને પહેલીવાર સમજાયું કે અહિંસા એ માત્ર વાતોમાં નથી, અનુકૂળ વાતાવરણમાં નથી. સાચી અહિંસા તો હિંસાના દાવાનળ વચ્ચે ખીલતી હોય છે. હું તમામ જીવો પાસે મારા અપરાધોની ક્ષમા માંગુ છું. એ તમામ જીવો મને તેમના તરફના મારા અપરાધોની ક્ષમા આપો. તમામ જીવો પ્રત્યે મારો મેત્રીભાવ છે. મારે કોઈ પણ જીવ સાથે વેરભાવ નથી. • શ્રી મહાવીર વાણી , ' જ છે . . ની - 16 લોકોને ( ૧૨ કરે છે ક ૩ જો કે - 2 આ ફિલ કરી કે L - છે. જી હા, કારણ

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58