Book Title: Mahek Manavtani
Author(s): Kumarpal Desai
Publisher: Jaibhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 20
________________ હિંસાના દાવાનળ વચ્ચે અહિંસા વિચારની સાચી કસોટી વિચારના વિરોધી વાતાવરણમાં થાય છે. અહિંસાની સાચી કસોટી હિંસાના દાવાનળ વચ્ચે જ થાય. હરિયાળી ભૂમિ હોય, આસપાસ ગમતા અનુયાયીઓ હોય, સુંદર આશ્રમ અને સરસ મજાનું વાતાવરણ હોય ત્યાં અહિંસાની અગ્નિપરીક્ષા કઈ રીતે થાય ? ભગવાન મહાવીરે વિચાર્યું કે જાણીતા પ્રદેશોમાં તો સંભાળ રાખનારા કેટલાય માનવીઓ મળે. ઓળખીતાઓ હોય એટલે આપત્તિ ન આવે. પરંતુ આત્માની કસોટી કરવી હોય તો અજાણ્યા પ્રદેશોમાં ઘૂમવું જોઈએ. અપાર દુ:ખો વચ્ચે ઝઝૂમવું જોઈએ. ચોપાસ હત્યા, હિંસા અને તિરસ્કાર હોય ત્યારે જ પ્રેમ અને અહિંસાની સાચી કસોટી થાય. આ સમયે લાઢ પ્રદેશ અતિ દુર્ગમ પ્રદેશ ગણાતો હતો. આ પ્રદેશમાં વિચરવું અત્યંત મુશ્કેલ હતું. એ યુગમાં અનાર્ય પ્રદેશ ગણાતા આ વિસ્તારના માનવીઓ જંગલી અવસ્થામાં જીવતા હતા. હિંસા એ એમનો શોખ, કૂરતા એ એમનો આનંદ અને હત્યા એ એમનો વિજય. આ લાઢ પ્રદેશના બે ભાગ હતા - એક વજ ભૂમિ અને બીજી શુભ્ર ભૂમિ. એ બંને વચ્ચે અજય નામની નદી વહેતી હતી. ભગવાન મહાવીરે આ બંને પ્રદેશમાં વિચરણ કર્યું. આ પ્રદેશના લોકોને કશાય વાંક-ગુના વગર સામી વ્યક્તિ પર પ્રહાર કરવો ખૂબ ગમતો. આ અનાર્ય લોકો ક્યારેક દંડ ફટકારતા, ક્યારેક પથ્થર મારતા, ક્યારેક ભાલા ફેંકતા અને તક મળે તો મુષ્ટિપ્રહાર કરતા. આવું કર્યા પછી ખુશ થઈને કિકિયારીઓ પાડતા. બીજા માનવીને રિબાવવા એ લાઢ

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58