SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ સાચું શરણ શ્રાવસ્ત નગરી, મેઘરથ રાજા. રાજાની સભામાં એક નિમિત્તિયો આવ્યો. સહુ નિમિત્ત જોવડાવવા લાગ્યાં. મેઘરથ રાજાએ કહ્યું: “ભાખ રે નિમિત્તિયા, મારું નિમિત્ત !' નિમિત્તિયો કહે: “આજથી સાતમે દિવસે તમને વીજળીની વાત છે.” બધે હાહાકાર વ્યાપી ગયો. કોઈ કહેઃ “જ્યાં વાદળ-વીજળી ન થતા હોય એ દેશમાં ચાલો. કોઈ કંઈ કહે, કોઈ કંઈ ! રાણીઓ રુદન કરે. કુમારો કલ્પાંત કરે. રાજા ખૂબ વિચારમાં પડ્યો ને પછી બોલ્યો: “મરવાનું તો સહુને છે. સાચું શરણ ધર્મનું છે. મને અમર કરે તો એકમાત્ર ધર્મ ! ગાદી પર ગમે તે બેસે, હું ધર્મધારે જઈને પૌષધ લઈ પૂર્ણ શાંતિને આરાધીશ.” . લોકો કહે છે: “અમે બીજો રાજા નહિ કરીએ. સિંહાસન પર રાજાની પ્રતિમા સ્થાપો ને દીવાન-મંત્રીઓ રાજ ચલાવે.” અષાઢના દિવસો આવ્યા. એક રાતે કડડડ કરતી વીજળી પડી. લોકો કહે : “નક્કી ! નિમિત્તિયો સાચો: રાજાનો કાળ આવી પહોંચ્યો”. સહુએ જઈને જોયું તો રાજા ધર્મધારે પૌષધમાં બેઠેલા, ને વીજળી દૂર જમીનમાં પેસી ગયેલી ! સહુ બોલ્યા: “ધર્મપસાયે રાજાની ઘાત ટળી ! સાચું શરણ ધર્મનું !”
SR No.032284
Book TitleMahek Manavtani
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year1997
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy