________________
આવી વ્યકિતને મૃત્યુનો સંકેત પણ સાંપડતો હોય છે. જેડુચંદભાઈએ પોતાની પુત્રી અમથીબાઈને પત્ર લખ્યો કે આ કાગળ મળતાં એ તરત જ પાટણ આવી પહોંચે. ખુદ જેકુચંદભાઈ પણ કામસર હાજીપુર ગયા હતા, તે પાટણ પાછા આવી ગયા. મુંબઈથી એમના પુત્રી અમથીબાઈ પણ આવી પહોંચ્યા. કુટુંબીજનોએ જેહુચંદભાઈને પૂછયું કે તમે શા માટે તમારી પુત્રીને પાટણ બોલાવ્યા. શું તમારી તબિયત સારી નથી ?”
જેડુચંદભાઈએ કહ્યું કે પહેલાં અને પ્રતિક્રમણ કરી લેવા દો”. પ્રતિક્રમણ પૂર્ણ થતાં જ એમણે સહુને પ્રણામ કર્યા અને કહ્યું કે હવે હું જાઉં છું. થોડી ક્ષણોમાં જ એમણે આ જગતની વિદાય લીધી.
આવી જ ઘટના શ્રી ચંદ્રકાન્તભાઈના પિતા શ્રી મણિલાલભાઈ અને માતા શ્રી રૂક્ષ્મણીબહેનના જીવનમાં પણ જોવા મળે છે. શ્રી મણિલાલભાઈ ભણસાળી ૧૯૫૩ની પમી માર્ચ અવસાન પામ્યા. એ સમયે તેઓ જે પથારીમાં સૂતા હતા એના ઓશિકા નીચેથી ચિઠ્ઠી મળી, જેમાં એમણે લખ્યું હતું કે પાંચમી માર્ચે હું દેહત્યાગ કરીશ.
આવી જ રીતે રૂક્ષ્મણીબહેનને એક વાર હાર્ટ એટેક આવ્યો હતો. આ સમયે એમણે પોતાના પુત્રવધુ ઊર્મિલાબહેનને કહ્યું હતું કે જે દિવસે મને તાવ આવે એ દિવસ મારો અંતિમ દિવસ જાણજો'. રૂક્ષ્મણીબહેનને અવારનવાર શ્વાસની તકલીફ થતી