________________
સ્વસ્થતામાં સહેજે ખોટ કે ઓટ આવતી નહીં. એમના સ્વભાવની સુવાસ અને ઊંડી સૂઝ-સમજણને કારણે આખાય મહોલ્લામાં સહુ કોઈ એમને આદર આપતા હતા. આ મહોલ્લો એટલે પાટણના પંચાસરા દેરાસરની બાજુમાં આવેલો ખડાખોટડીનો પાડો. મહોલ્લામાં કોઈના ઘરમાં ઝગડો થાય કે કોઈ કુટુંબમાં મતભેદ જાગે તો તેઓ રૂક્ષ્મણીબહેન પાસે એના ઉકેલ માટે દોડી આવતા હતા. રૂક્ષ્મણીબહેન યોગ્ય માર્ગદર્શન આપતા હતા. મહોલ્લાના લોકો એમની વાતને કે નિર્ણયને માથે ચડાવતા હતા
મહોલ્લામાં કોઈ બિમાર પડ્યું હોય એટલે રૂક્ષ્મણીબહેનને પહેલા યાદ કરવામાં આવતા હતા. તેઓ ઘરગથ્થુ વૈદુ જાણતા હતા અને તેથી કોઈપણ વ્યક્તિ બિમાર પડતી તો એમની પાસે દોડી આવતી હતી. આમ રૂક્ષ્મણીબહેનના જીવનમાં શાંતિ અને સેવાની ભાવના મૂર્તિમંત થયા હતા.
મણિલાલભાઈની પરોપકારવૃત્તિ એટલી કે એ જમાનામાં તેઓ દુકાને જવા નીકળતા ત્યારે ખિસ્સામાં બે રૂપિયાનું પરચુરણ લઈને નીકળતા હતા. રસ્તામાં જે કોઈ ગરીબને જુએ, એને સામે ચાલીને પૈસા આપતા જાય. કોઈ માગે અને દાન આપે તેવા ઘણા મળે, પરંતુ સામે ચાલીને દીન-દુઃખિયાની વહારે જનારા મણિલાલભાઈ જેવા વિરલા જ હોય !
રૂક્ષ્મણીબહેનને ચાર પુત્રીઓ હતી. એમનાં નામ છે