________________
સુશીલાબહેન, કમળાબહેન, મંજુલાબહેન અને અનિલાબહેન,
જ્યારે ચંદ્રકાન્તભાઈ એ એમના એકના એક પુત્ર હતા. રૂક્ષ્મણીબહેન વિચારતા કે ઘણીવાર એકનો એક દીકરો લાડકોડમાં ઉછેર પામતો હોવાથી બગડી જતો હોય છે. પોતાના દીકરાનું ભવિષ્ય આવું ન થાય તે માટે એમનામાં ભારે સાવચેતી અને તકેદારી હતી. આથી એમણે ચંદ્રકાન્તભાઈને પાટણમાં રાખવાને બદલે અમદાવાદમાં પોતાની બહેન કેસરબહેનને ત્યાં અભ્યાસાર્થે મોકલ્યા. અમદાવાદની સેંટ ઝેવિયર્સ હાઈસ્કૂલમાં ચંદ્રકાન્તભાઈએ મેટ્રિક સુધી અભ્યાસ કર્યો. માસીને ઘેર કેસરબહેનના સૌથી નાના દીકરા જેન્તીભાઈ ચંદ્રકાન્તભાઈનું બરાબર ધ્યાન રાખતા હતા.
આ જેન્તીભાઈને ગાવાનો ખૂબ શોખ હતો. તે ચંદ્રકાન્તભાઈને સવારે ઉઠાડતી વખતે મધુર કંઠે “બાબા મનકી આંખ ખોલ' એ ગીત ગાતા હતા. આ ગીતનો ભાવ ચંદ્રકાન્તભાઈના હૃદયમાં ગૂંજવા લાગ્યો. એમાં પણ ‘સૂરજ કભી ના છૂપે તેરા, જબ તું જાગે તભી સબેરા, હસતે હસતે આના. આ પંક્તિઓ તો ચંદ્રકાન્તભાઈના ચિત્ત પર સદાને માટે અંકિત થઈ ગઈ જાણે એમનો જીવનમંત્ર બની ગઈ ! જીવનમાં જ્યારે જ્યારે નિરાશા આવી, મુશ્કેલીઓ આવી ત્યારે આ કાવ્યપંકિતઓએ એમને પ્રેરણા આપી. હજી આજે પણ ચંદ્રકાન્તભાઈ આ પંકિતઓનું એટલા જ આનંદથી રટણ કરતા હોય છે.
|
0
છે.