________________
ચંદ્રકાન્તભાઈ શાંત અને સૌમ્ય, તો ઊર્મિલાબહેન સ્કુર્તિવંત અને વ્યવહારકુશળ. બંનેએ પોતાના ત્રણ પુત્રો કુમાર, કૌશિક અને રૂપેનના ઘડતરમાં જીવંત રસ લીધો અને સંતાનોને પારાવાર પ્રેમ આપ્યો. આજે એના પ્રતિઘોષ રૂપે એમના ત્રણ પુત્રો અને તેમનો પરિવાર ચંદ્રકાન્તભાઈ અને ઊર્મિલાબહેન પ્રત્યે અગાધ પ્રેમાદર ધરાવે છે. તમે જે બીજાને આપો છો, તે પ્રભુ તમને બમણું કરીને આપે છે, એ હકીકત ભણસાળી કુટુંબમાં ચરિતાર્થ થતી લાગે છે.
શ્રી ચંદ્રકાન્તભાઈએ ૧૯૪૮થી વ્યવસાયમાં ઝંપલાવ્યું, કાપડ અને પ્રિન્ટિંગના ક્ષેત્રમાં કામ કર્યા બાદ ૧૯૬૦માં મુંબઈના ઝવેરી બજારમાં કામકાજ શરૂ કર્યું. શ્રી રમણિકલાલ રાજમલભાઈ મહેતાએ એમને વ્યવસાયમાં હૂંફાળો સાથ આપ્યો. સમય જતાં ત્રણે પુત્રોએ કુનેહપૂર્વક વ્યવસાય સંભાળવા માંડ્યો. પરિણામે ચંદ્રકાન્તભાઈ અને ઊર્મિલાબહેનને સમાજસેવા કરવાની તક મળી. એમણે અનાથ બાળકોને ભોજન આપવાની પ્રવૃત્તિથી સેવાકાર્યનો શુભારંભ કર્યો. એ પછી મ્યુનિસિપાલિટી સ્કૂલમાં આર્થિક જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને યુનિફોર્મ, પેન્સિલ વગેરે આપવા લાગ્યા. સાંતાક્રૂઝની શ્રી ચીમનલાલ નથુભાઈ સ્કૂલમાં એમણે
બૂક-બેંક ચાલુ કરી. અત્યારે એમના દ્વારા જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને સ્કૂલ-ફી તથા અન્ય સહાય આપવામાં આવે છે. અશ્વિની મેડિકલ રિલીફ સોસાયટી દ્વારા વિના મૂલ્ય ટી.બી.ની
e
=