________________
હતી. એમાં પણ દર મંગળવારે તો ખૂબ શ્વાસ ચડતો. ૧૯૫૯ની ૨૯મી સપ્ટેમ્બર અને મંગળવારે રૂક્ષ્મણીબહેનને તાવ આવ્યો
હતો.
એમણે સહુને કહ્યું કે તમે બધા ચા પી લો. નાના છોકરાંઓને બાજુના ઘેર મૂકી આવો. પોતાના મૃત્યુથી ઘરના કોઈનેય તકલીફ ન થાય એનો કેટલો બધો ખ્યાલ !
ઊર્મિલાબહેને એમને ઇસ્યુલિનનું ઇંજેક્શન આપ્યું. એ પછી રૂક્ષ્મણીબહેને ફળનો રસ પીધો.
આ દરમિયાન બધાએ ચા પી લીધી. સહુ રૂક્ષ્મણીબહેનના ખાટલા પાસે આવ્યા અને તીર્થકરનું નામ સ્મરણ કરતાં રૂક્ષ્મણીબહેને આંખો મીંચી દીધી.
માતા રૂક્ષ્મણીબહેન અને પિતા મણિભાઈ પાસેથી ચંદ્રકાન્તભાઈને ઉચ્ચ સંસ્કારો અને ઉમદા ભાવનાઓનો વારસો મળ્યો. એમના માતા-પિતાનું જીવન જ એવું હતું કે એમાથી ઘણું શીખવા મળે. આચરણ એ જ શ્રેષ્ઠ શિક્ષણ છે. માનવીના વર્તનનો જેટલો પ્રભાવ પડે છે, તેટલો પ્રભાવ બીજા કશાનો હોતો નથી. માતા-પિતાની જીવનશૈલીએ જ ચંદ્રકાન્તભાઈના માનસને મનોરમ ઘાટ આપ્યો.
માતા રૂક્ષ્મણીબહેનનો સ્વભાવ અત્યંત શાંત હતો. જીવનમાં સુખની ભરતી કે દુઃખની ઓટ આવ્યા કરે, છતાં એમના ચિત્તની Is is a 7 ક ક = = = =
જે ,
આ
જ કારણ