Book Title: Kevalibhukti Vyavasthapana Dvantrinshika
Author(s): Yashovijay Upadhyay, Pravinchandra K Mota
Publisher: Gitarth Ganga

View full book text
Previous | Next

Page 11
________________ કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્રાસિંશિકા/પ્રસ્તાવના જ્ઞાનસાર ગ્રંથરત્નમાં પૂ. મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે “જૈન આગમોને અમે સ્વીકારીએ છીએ, પરંતુ આ સ્વીકારની પાછળ રાગ કારણભૂત નથી; અને પર સિદ્ધાંતોનો અમે અસ્વીકાર કરીએ છીએ, એનું કારણ કાંઈ દ્વેષ નથી, પરંતુ જેમનું વચન યુક્તિયુક્ત લાગ્યું, જેમનું પ્રતિપાદન સત્યનું સંતાન હોય, એનો અમે સ્વીકાર કરીએ છીએ અને બીજાનો અસ્વીકાર કરીએ છીએ.” ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજાએ દૈગંબરીય સમર્થ વિદ્વાન શ્રી સમતભદ્રની “અસહસ્ત્રી’ પર પોતે આઠ હજાર શ્લોકપ્રમાણ વિવરણ પણ લખ્યું છે. પોતાના સર્જનોમાં એમણે જેમ જૈનેતર સિદ્ધાંતોની કડક સમાલોચના કરી છે, તેમ બીજી બાજુ જૈનેતર પતંજલિ કૃત ‘પાતંજલ” નામના યોગગ્રંથ પર કલમ ચલાવીને સ્વકીય સર્જનોમાં પતંજલિને “મહર્ષિ' કહીને એમની સાક્ષીઓ મૂકી અંજલિ પણ આપી છે. અષ્ટસહસ્ત્રી, શાસ્ત્રવાર્તાસમુચ્ચયની સ્યાદ્વાદ કલ્પલતા ટીકા, નયોપદેશ, નયામૃતતરંગિણી, વાદમાલા, અનેકાંતવ્યવસ્થા, ન્યાયખંડનખાદ્ય, જ્ઞાનાર્ણવ, જ્ઞાનબિંદુ આદિ ગ્રંથોમાં સર્જનમાં પૂ. ઉપાધ્યાયજી મહારાજે નવ્યન્યાયની ભરપૂર છાંટ છાંટી છે. દાર્શનિક સમન્વય શક્તિનો ઝબકાર બતાવવામાં પણ પૂ. ઉપાધ્યાયજી મહારાજે કમાલ કરી છે ! કોઈ ઠેકાણે એમણે પતંજલિની સાક્ષીઓ મૂકી, તો કોઈ જગ્યાએ એમણે ભગવદ્ ગીતાની સાક્ષીઓ પણ મૂકી છે. પોતાના પુરોગામી ગ્રંથકારોને યાદ કરીને પૂ. ઉપાધ્યાયજી મહારાજે એમની પ્રત્યે પોતાની ભક્તિ પ્રદર્શિત કરવામાં પણ કમી રાખી નથી. પોતાનાં સર્જનોમાં અનેક સ્થાને શ્રી હરિભદ્રસૂરિજી અને શ્રી હેમચન્દ્રાચાર્યજી, તેમ જ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિજી, શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ અને વાચક ઉમાસ્વાતિજીને સ્થાન-માન આપીને એમણે પુરોગામીઓને અનેક રીતે પ્રશસ્યા છે. ‘દ્વાત્રિશદ્વાચિંશિકા' કેવલિભુક્તિવ્યવસ્થાપનદ્વાચિંશિકા - સર્વનયમયી વાણી વહાવનાર પૂ. મહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજાનો ‘ધાત્રિશદ્ધાત્રિશિકા ગ્રંથ', આ પ૦૫૦ શ્લોકપ્રમાણ, અભુત અર્થગંભીર અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 146