Book Title: Kavyanushasanam Author(s): Hemchandracharya, T S Nandi, Jitendra B Shah Publisher: L D Indology Ahmedabad View full book textPage 6
________________ પ્રકાશકીય આચાર્યશ્રી હેમચંદ્રાચાર્ય વિરચિત “કાવ્યાનુશાસન” ગુજરાતી અનુવાદ સહિત પ્રકાશિત કરતાં અમે આનંદ અનુભવીએ છીએ. બે વર્ષ પૂર્વે અમદાવાદના વિદ્વાન મિત્રો સાથે પાટણમાં આયોજિત હેમચંદ્રાચાર્ય સમારોહમાં ભાગ લેવા જઈ રહ્યો હતો ત્યારે પ્રાધ્યાપક ડૉ. તપસ્વી નાન્દી પણ સાથે હતા. તેમની સાથે ચર્ચા કરતાં જાણવા મળ્યું કે તેમણે કાવ્યાનુશાસનનો વિસ્તૃત ગુજરાતી અનુવાદ તૈયાર કર્યો છે. મેં તેમને લા.દ.ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર દ્વારા તે પ્રકાશિત કરવા પ્રસ્તાવ મૂક્યો. તેમણે મારી વાત સહર્ષ સ્વીકારી લીધી અને ટૂંક સમયમાં જ કાવ્યશાસ્ત્રની પરંપરાની વિસ્તારપૂર્વકની ચર્ચા કરતી પ્રસ્તાવના લખી ગ્રંથ તૈયાર કરી પ્રકાશન માટે અમને આપ્યો તેથી અમને આનંદ થયો. આ માટે અમે તેમના ખૂબ જ આભારી છીએ. મૂળ ગ્રંથ કલિકાલસર્વજ્ઞ, કુમારપાલભૂપાલપ્રતિબોધક, ગુજરાતગૌરવ શ્રી હેમચંદ્રાચાર્યે ટીકા સહિત રચ્યો છે. તેમાં વર્તમાનમાં લુપ્ત એવાં અનેક કાવ્યશાસ્ત્રોનાં, સાહિત્ય-ગ્રંથોનાં ઉદ્ધરણો પ્રાપ્ત થાય છે. તેથી આ ગ્રંથ વિશેષ મૂલ્યવાન બની રહે છે. તેમ જ કાવ્યશાસ્ત્રના અધ્યયન માટે પણ સૂત્રાત્મક શૈલીમાં રચાયેલ આ ગ્રંથ સરળ અને સુબોધ હોવાથી વિભિન્ન યુનિવર્સિટીમાં ભણાવવામાં આવે છે. તેના પ્રમાણભૂત અને વિદ્વત્તાપૂર્ણ અનુવાદની ઊણપ વર્તાતી હતી તે આ પ્રકાશનથી પૂર્ણ થાય છે. પુનઃ આ ગ્રંથનું પ્રકાશન કરવાની સમ્મતિ આપવા બદલ પ્રાધ્યાપક ડૉ. તપસ્વી નાન્દીનો આભાર માનીએ છીએ. અમને આશા છે કે કાવ્યશાસ્ત્રના જિજ્ઞાસુઓને આ ગ્રંથ ઉપયોગી થશે. જુલાઈ – ૨૦૦૦ જિતેન્દ્ર શાહ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 548