Book Title: Katharatnasagar Author(s): Munichandrasuri Publisher: Omkar Gyanmandir Surat View full book textPage 4
________________ ૧૦ વસ્તુપાળની અદ્ભુત સુપાત્ર ભક્તિ જોઈને આ. નરચન્દ્રસૂરિએ એવી ઉત્પ્રેક્ષા કરી કે - પરમાર્હત્ કુમારપાળ રાજા (રાજા હોવાથી) પોતે સુપાત્રદાન કરી શક્યો ન હતો માટે એ કુમારપાળ જાણે વસ્તુપાલના રૂપે અવતરી પોતાના મનોરથ સફળ કરી રહ્યો છે. ગિરિરાજ ઉપર સંઘ લઈને પહોંચેલા વસ્તુપાળ મંત્રી પાસે શિલ્પી શોભને વસ્તુપાળના માતા કુમારદેવીની આબેહૂબ આરસની મૂર્તિ બતાવી. માતાની મૂર્તિને જોતાં જ મંત્રીશ્વર માતાના ઉપકારોના સ્મરણમાં ઉતરી ગયા. આજના આ તીર્થમાળાના પ્રસંગે જો માતા કુમારદેવી હાજર હોત તો...? પણ, માતા સ્વર્ગવાસી થયા છે... વસ્તુપાળ માતૃસ્મરણે રડી પડ્યા. આ નરચન્દ્રસૂરિએ આશ્વાસન આપતાં કહ્યું : મંત્રીશ્વર સઘળા મનોરથો કોઈના પૂર્ણ થતાં નથી'. ૐઆ. નરચન્દ્રસૂરિએ રચેલા સં. ૧૨૮૮ ની પ્રશસ્તિ લેખો મળે છે. એ જોતાં એમનો સ્વર્ગવાસ એ પછી ૧૨૮૯ આસપાસ થયો જણાય છે. આમ વિક્રમના ૧૩મા શતકમાં તેઓએ અદ્ભુત શાસનપ્રભાવના કરી છે. ગ્રંથરચના ગ્રંથકાર શ્રી ન્યાય, વ્યાકરણ, સાહિત્ય અને જ્યોતિષ એ ચારેય વિષયોમાં નિષ્ણાત હતા. ચારેય વિષયમાં એમણે ઉત્તમકોટીના ગ્રન્થો રચ્યાં છે. ગ્રન્થકારશ્રીની ગ્રન્થરચના વિષે શ્રી મોહનલાલ દેસાઈ જણાવે છે કે - ૧. આ ઘટનાનો ઉલ્લેખ પુરાતન પ્રબંધ સંગ્રહ પૃ. ૬૯ પ્રબંધકોશ પૃ. ૧૧૫, વસ્તુપાલચરિત્ર ૬૭૫, ૩૭૨ વગેરેમાં છે, એક નવી વાત એ પણ અહીં જાણવા મળે છે કે - આવી જ ઘટના સિદ્ધરાજ જયસિંહના જીવનમાં પણ ઘટી છે. ૨. પ્રબંધકોશ અનુસાર આ. નરચન્દ્રસૂરિ વિ.સં. ૧૨૮૭ ના ભાદરવા વદ ૧૦ ના સ્વર્ગવાસી બન્યા. પોતાના કાળધર્મના થોડા સમય પૂર્વે વસ્તુપાલના મૃત્યુની આગાહી પણ આચાર્યશ્રી કરતાં ગયેલાં. (વસ્તુપાલ ચરિત્ર-૮૪૪૦-૪૪૨) ૧૧ “નરચન્દ્રસૂરિએ વળી મુરારીકૃત અનર્થરાઘવ નાટક પર ૨૩૫૦ શ્લોક પ્રમાણ ટિપ્પન' (જે. નં. ૨૨૦) શ્રીધરસ્કૃત ન્યાકંદલી પર ટીકા (કે જેમાં વિમલસૂરિએ સહાય આપી હતી જે. ૩) જ્યોતિઃસાર (વે. નં. ૩૧૧ પી. ૩, ૨૭૫) કે જે નારચન્દ્ર જ્યોતિષસાર કહેવાય છે. (મુદ્રિત છે. રચના સં. ૧૨૮૦) પ્રાકૃત દીપિકા-પ્રબોધ કે જેમાં હેમાચાર્યના અષ્ટમાધ્યાયના આખ્યાનોની રૂપસિદ્ધિ છે. (બુહ. ૭, નં. ૮, પ્રા.ભં.) ચતુર્વિંશતિ જિનસ્તોત્ર' (પી. ૫, ૯૬) ઈત્યાદિ અનેક ગ્રન્થો રચ્યાં છે. તેમજ સ્વગુરુ દેવપ્રભસૂરિનું પાંડવ ચરિત અને ઉદયપ્રભસૂરિનું ધર્માભ્યુદય કાવ્ય સંશોધ્યા છે. તેમના આદેશથી ગુણવલ્લભે વ્યાકરણ ચતુષ્કાવસૂરિ સં. ૧. અનઘેરાવ ઉપર આ. નરચન્દ્રસૂરિના ગુરુ દેવપ્રભસૂરિએ વિસ્તૃત ભાષ્ય લખ્યું હતું. એટલે તેઓએ વિદ્યાર્થી ઉપયોગી સંક્ષિપ્ત ટિપ્પણ રચ્યું જણાય છે. ૨. આ ટીકા નહિ પણ ટીપ્પણ છે. એનું નામ ન્યાયકુસુમોગમ ટિપ્પણ છે. ૨૫૦૦ શ્લોક પ્રમાણ આ ટિપ્પણ (ન્યાયકંદલી અને પંજિકા વગેરે સાથે “પ્રાચ્ય વિદ્યામંદિર" વડોદરાથી પ્રગટ થયું છે. ૩. અહીં એ નોંધવું જોઈએ કે - જ્યોતિષસારના બે અધ્યાયો જ મળે છે. આના ઉપર સાગરચન્દ્રસ્કૃત ટીકા મળે છે. સટીક જનસમુદ્ર, જ્યોતિષપ્રશ્ન ચતુર્વિંશિક તથા પ્રશ્નશતક એ ગ્રન્થો રચનાર ઉપા. નરચન્દ્ર કાસફ્દ ગચ્છીય છે. ૪. શ્રી હીરાલાલ કાપડિયા લખે છે કે - “પ્રાકૃત રૂપ-સિદ્ધિ-આાને અંગે બૃદ્ધીપનિકામાં એવો ઉલ્લેખ છે કે એ હૈમપ્રાકૃત બૃહવૃત્તિની અવસૂરિરૂપ છે. એના કર્તા મલધારી પં. નરચન્દ્ર છે, અને એ અવરે ૧૬૦૦ શ્લોક જેવડી છે. પ્રાકૃત વૃત્તિ ઢંઢિકા, પ્રાકૃત દીપિકા કિં વા પ્રાકૃત-પ્રબોધ- આ મલધારી ગચ્છના ઉપા. નરચન્દ્રની આઠમા અધ્યાયની અવસૂરિ છે. ન્યાયકંદલીની ટીકામાં રાજશેખરે એનો ઉલ્લેખ કર્યો છે. એમ (જિનરત્નકોશ, ખંડ-૧. પૃ. ૩૭૭) માં નોંધ છે. ૫. જૈનસ્તોત્ર સંદોહ પૃ. ૨૦-૨૨ માં પ્રકાશિત છે તે પ્રાયઃ આ જ છે. ૬. હીરાલાલ કાપડિયા જણાવે છે કે - પાંડવ ચરિત વિ.સં. ૧૨૭૦ ના અરસામાં રચ્યું છે. એનું સંશોધન યશોભદ્રસૂરિએ અને નરચન્દ્રસૂરિએ કર્યું છે. (જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ ભા.૨, પૃ. ૬૯)Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 109