Book Title: Katharatnasagar Author(s): Munichandrasuri Publisher: Omkar Gyanmandir Surat View full book textPage 1
________________ પ્રસ્તાના હર્ષપુરીયગચ્છના આચાર્યોનો વંશક્રમ જયસિંહસૂરિ અભયદેવસૂરિ (મલધારી) હેમચંદ્રસૂરિ વિજયસિંહસૂરિ શ્રીચંદ્રસૂરિ વિબુધચંદ્રસૂરિ લક્ષ્મણગણિ મુનિચંદ્રસૂરિ દેવભદ્રસૂરિ મહામંત્રી વસ્તુપાળની વિનંતીથી પ્રશ્નવાહન કુલના હર્ષપુરીયગચ્છના મલધારી આ. નરચન્દ્રસૂરિએ રચેલ “કથારસાગર’ ગ્રંથ તાડપત્રીય અને કાગળની અનેક પ્રતોના આધારે શુદ્ધ થઈને પ્રથમ વાર જ પ્રકાશિત થઈ રહ્યો છે તે ઘણાં આનંદની વાત છે. ગ્રંથકાર ગ્રંથકારનો પરિચય આપતાં શ્રી મોહનલાલ દેસાઈ લખે છે કે – “નરચન્દ્રસૂરિ કે જે હર્ષપુરીયગચ્છના જયસિંહસૂરિ > અભયદેવ સૂરિ (મલધારી) – હેમચન્દ્રસૂરિ ) શ્રીચન્દ્રસૂરિ મુનિચન્દ્રસૂરિના શિષ્યો દેવાનંદ અને યશોભદ્ર - તેમના શિષ્ય દેવપ્રભસૂરિના શિષ્ય હતા.” (“જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ” પારા પપ૬ પૃ. ૨૫૭). ગ્રંથકારના ગુરુ આ. દેવપ્રભસૂરિજીએ પણ પાંડવચરિત્ર વગેરે ઘણાં ગ્રંથો રચ્યા છે. એમનાં ઉપદેશથી રાણા વીરવળે શિકાર અને માંસમદિરાનો ત્યાગ કર્યો હતો. (પ્રબંધકોશ પૃ. ૧૧૩) હર્ષપુરીયગચ્છ વિષે પં. લાલચંદ્રગાંધી “ઐતિહાસિક લેખ સંગ્રહ’ (પ્ર. પ્રાચ્યવિદ્યામંદિર વડોદરા) પૃ. ૧૨૮-૧૨૯ માં જણાવે છે કે – - હર્ષપુરીયગચ્છની ઉત્પત્તિ અજમેર પાસે આવેલા હર્ષપુર (હરસોર) થી થયેલી જણાય છે, હર્ષપુરીયગચ્છના ઉપર જણાવેલા આચાર્યોનો વંશક્રમ આ પ્રમાણે સૂચવી શકાય દેવાનંદસૂરિ યશોભદ્રસૂરિ દેવપ્રભસૂરિ નચંદ્રસૂરિ (કથારત્નસાગરના કર્તા) નરેન્દ્રપ્રભસૂરિ પધદેવસૂરિ શ્રી તિલકસૂરિ રાજશેખરસૂરિPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 109