Book Title: Katharatnasagar
Author(s): Munichandrasuri
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 2
________________ મલધારી મલધારી બિરુદ આ. અભયદેવસૂરિને ગુજરાતના રાજા કર્ણ કે યુવરાજ સિદ્ધરાજે' આપ્યું હતું. આ બાબતે ત્રિપુટી મહારાજ જણાવે છે આ. અભયદેવસૂરિ - તેઓ હર્ષપુરીયગચ્છના આ. જયસિંહસૂરિના શિષ્ય હતા. તેઓ શરીર પ્રત્યે એકદમ નિઃસ્પૃહ હતા. વસ્ત્રોમાં માત્ર ચોલપટ્ટો અને પછેડી (ઉપર ઓઢવાનું કપડું) પહેરતા હતા, તેઓ નિરંતર છફૈ-અટ્ટમનું તપ કરતાં હતાં. જાવજજીવ સુધી પાંચ વિગઈનો ત્યાગ કર્યો હતો. તેઓ મહાન વિદ્વાન હતા. તેમને ચકેશ્વરી દેવી પ્રસન્ન હતા. - ગુર્જરેશ્વર કર્ણદેવ એક દિવસ બહાર જતો હતો. યુવરાજ (સિદ્ધરાજ) જયસિંહ પણ તેની સાથે હતો ત્યારે તેમણે મેલા શરીર અને મેલા કપડાવાળા આ. અભયદેવસૂરિને જોયા. તે આચાર્યશ્રીની કડક નિઃસ્પૃહતાથી પ્રસન્ન થઈ તેમને માલધારી (ઓલિયા) નું બિરુદ આપ્યું.” (સં. ૧૧૨૦ થી ૧૧૫૦) (જૈન પરંપરાનો ઈતિહાસ ભા. ૨, પૃ. ૨૭૩ થયા. તે જ્ઞાનમૂર્તિ હતા. રાજગચ્છના આ. પ્રદ્યુમ્નસૂરિએ આ. નરચન્દ્રસૂરિ પાસે ‘ઉત્તરાધ્યયનસૂત્ર'નું અધ્યયન કર્યું હતું. રાજપુરોહિત સોમેશ્વર દેવે આ, નરચન્દ્રને ‘‘કીર્તિકૌમુદી'માં મહાકવિ તરીકે નવાજયા છે. આ. નરચન્દ્રસૂત્રિ ભારે બુદ્ધિશાળી હતા. તેમને સરસ્વતી પ્રસન્ન હતા. તેઓ મંત્રીશ્વર વસ્તુપાલના મોસાળ પક્ષના ધર્માચાર્ય હતા. તેઓ મંત્રી વસ્તુપાલના ગાઢ સંબંધમાં હતા. મંત્રીશ્વર તેમને ખૂબ માનતા હતા. તેમણે તેમના સંબંધથી જ સં. ૧૨૭૬-૭૭ માં શત્રુંજયતીર્થનો છ'રી પાળતો સંઘ કાઢ્યો હતો.' (જૈન પરંપરાનો ઈતિહાસ ભા. ૨, પૃ. ૨૮૨) ધર્માસ્યુદય કાવ્યમાં આ. ઉદયપ્રભસૂરિજી આ. નરચન્દ્રસૂરિ વિષે લખે છે કે – नरचन्द्रमुनीन्द्रस्य विश्वविद्यामयं महः । चतुरन्तधरित्रीशसभ्यैरभ्यचितं स्तुमः ॥ ‘ઈતિહાસ અને સાહિત્ય' પૃ. ૨૦-૨૧ માં શ્રી ભોગીલાલ સાંડેસરા ગ્રંથકાર વિષે લખે છે કે – “વસ્તુપાલના માતૃપક્ષે ગુરુ નરચન્દ્રસૂરિ હતા. તેમણે વસ્તુપાલને *ત્રયી' અથવા ત્રણ વિદ્યાઓ-ન્યાય, વ્યાકરણ અને સાહિત્ય-શીખવી હતી. તથા “પડાવશ્યક’ અને ‘કર્મપ્રકૃતિ' જેવા જૈન ધર્મગ્રન્થો ભણાવ્યા હતા. નરચન્દ્રસૂરિ અનેક શાસ્ત્રોમાં પ્રવીણ હતા અને નિદાન ચાર શાસ્ત્રોમાં – ન્યાય, વ્યાકરણ, સાહિત્ય અને જ્યોતિષમાં તેમણે રચેલા ગ્રન્થો મળે છે, કણાદનાં વૈશેષિક સૂત્રોના પ્રશસ્તપાદકૃત ‘ભાષ્ય' (ઈ.સ.નો પાંચમો સૈકો) ઉપરની શ્રીધરાચાર્યકૃત ‘ન્યાયકન્ડલી” નામે વિખ્યાત ટીકા ઉપર તત્કાલીન વિદ્યાર્થીઓને ખૂબ ઉપયોગી થાય એવું ટિપ્પણ – ‘ન્યાયકન્ડલી ટિપ્પણ” - નરચન્દ્ર રચ્યું હતું. નરચન્દ્રસૂરિ જો કે ચુસ્ત જૈન હતા, પણ આ ટિપ્પણ તેમણે વૈશેષિક દર્શનના અનુયાયી તરીકે લખ્યું છે. આમ કરવામાં તેઓ વાચસ્પતિ મિશ્ર જેવા મહાન ભારતીય પંડિતોની પ્રણાલીને અનુસર્યા છે, ૨૭૪) આમ અભયદેવસૂરિથી હર્ષપુરીયગર મલધારગચ્છ તરીકે પ્રસિદ્ધ થયો જણાય છે. પ્રસ્તુત કથારસાગરના દરેક તરંગના અંતે મોટેભાગે ‘મલધારી શિષ્ય આ નરચન્દ્રસૂરિ રચિત કથારત્નસાગરે' એવો ઉલ્લેખ જોવા મળે છે. ત્રિપુટી મહારાજ પણ ગ્રંથકારનો પરિચય આપતાં જણાવે છે કે – આ. દેવાનંદસૂરિ અને આ. દેવપ્રભસૂરિની પાટે આ. નરચન્દ્રસૂરિ ૧. ન્યાય કંદલી ટીકાની પ્રશસ્તિમાં આ. રાજશેખરસૂરિ ‘શ્રી ફળ વિટું Tહ્ય મથારીત્યપત્ //// અને ‘સદ્ગુરુ પદ્ધતિ'માં પાદેવ ‘ગર્ણ પIT IT દિને ને નવફVI[ ' એમ કર્ણનો ઉલ્લેખ કરે છે. જયારે જિનપ્રભસૂરિ ‘વિવિધતીર્થકલ્પ'માં- ‘નસ ...હિંનું મનધારીત નામ //’ એ પ્રમાણે જયસિંહ સિદ્ધરાજનો ઉલ્લેખ કરે છે. બન્નેની હાજરીમાં નામકરણ થયું હોવાથી આવા ઉલ્લેખોમાં વિશેષ મતભેદ નથી. १. कवीन्द्रश्च मुनीन्द्रश्च नरचन्द्रो जयत्ययम् ।

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 109