Book Title: Katharatnasagar
Author(s): Munichandrasuri
Publisher: Omkar Gyanmandir Surat

View full book text
Previous | Next

Page 3
________________ . જેમણે વેદાન્ત, સાંખ્ય, યોગ, મીમાંસા અને ન્યાયદર્શનના ગ્રન્થો ઉપર પ્રમાણભૂત વિવરણો લખ્યાં છે. જે ગ્રન્થ ઉપર પોતે વિવરણ લખતા હોય તેને જ બરાબર વફાદાર રહેવાની એ પ્રણાલી હતી. ડૉ. જિતેન્દ્ર જેટલીએ એ ટિપ્પણનું સંપાદન કરવા સાથે ન્યાય-વૈશેષિકમાં જૈન વિદ્વાનોએ આપેલા ફાળાની સંશોધાત્મક સમીક્ષા કરીને પીએચ.ડી. ની ઉપાધિ મેળવી છે. નરચન્દ્રસૂરિષ્કૃત ટિપ્પણ, રાજશેખરસૂરિની પંજિકા અને કોઈ દક્ષિણ ભારતીય ક્ષત્રિય વિદ્વાન શિડિલ વોમ્નિદેવની ટીકા (ઈ.સ.નો ૧૪મો૧૫મો સૈકો) સહિત ‘ન્યાયકન્દલી’નું સંપાદન ડૉ. જેટલીએ કર્યું છે, અને તે વહેલી અનુકૂળતાએ ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સિરીઝમાં પ્રસિદ્ધ થશે. અહીં એ નોંધવું રસપ્રદ થશે કે નરચન્દ્ર જેવી સર્વદેશીય વિદ્વત્તા ધરાવવા છતાં લોકગમ્ય સાહિત્યરચનાઓ કરનાર રાજશેખર એમની જ શિષ્યપરંપરામાં થયેલા છે. રાજશેખરના શિષ્ય સુધાકલશે ઈ.સ. ૧૩૨૪ માં ‘સંગીતોપિનષદ્’ નામે સંગીતશાસ્ત્રનો ગ્રન્થ રચ્યો હતો. (જે આજે ઉપલબ્ધ નથી) અને ઈ.સ. ૧૩૫૦ માં એનો ‘સંગીતોપનિષત્સાર’ એ નામથી સાર તેમણે કર્યો હતો, એ સારની પ્રશસ્તિમાં સુધાકલશ પોતાના પૂર્વસૂરિ નરચન્દ્રને ‘સચ્છાસ્રસંગીતનૃત્’ તરીકે વર્ણવે છે. (તભ્રંશે નરચન્દ્રસૂરિરળવત્ સાસ્ત્રસંગીતનૃત્ I) એ ઉપરથી જણાય છે કે નરચન્દ્રના ગચ્છમાં સંગીતપ્રાવીણ્ય પરંપરાથી ચાલ્યું આવતું હતું. ‘સંગીતોપનિષત્સાર’ નું સંપાદન, અન્વેષણાત્મક વિસ્તૃત પ્રસ્તાવના સાથે, ભારતીય કલાઓ તથા સંસ્કૃત વા≠યના તદ્વિદ્ અને પ્રાચ્ય વિદ્યામન્દિરમાં મારા સહકાર્યકર ડૉ. ઉમાકાન્ત શાહે થોડા સમય પહેલાં કર્યું છે. (ગાયકવાડ્ઝ ઓરિયેન્ટલ સિરીઝ, નં. ૧૩૩, વડોદરા, ૧૯૬૧.) નિસ્પૃહતા શ્રી જિનહર્ષગણિ વિરચિત વસ્તુપાળ ચરિત્ર અને શ્રી રત્નમંદિરગણિ રચિત વસ્તુપાળચરિત્રમાં (પ્રસ્તાવ ૫-૬) વર્ણવેલા પ્રસંગમાં આ. નરચન્દ્રસૂરિના વિશિષ્ટગુણોનું દર્શન થાય છે. તે પ્રસંગ ટૂંકમાં આ પ્રમાણે છે. ૯ એકવાર પ્રભાતે મંત્રીશ્વર વસ્તુપાળને ભાવ થયો કે તીર્થયાત્રા કરું. મંત્રીએ પ્રાતઃકાર્ય પતાવ્યું ત્યાં એક પત્ર આવ્યો. વસ્તુપાળના ઉપકારી કુલગુરુ વિજયસેનગુરુ અને ઉદયપ્રભજીએ 'પીલુપદથી લખેલા પત્રમાં સૂચવ્યું હતું કે – તમે માંડલ રહેતા હતા ત્યારે સંક્ષેપથી તીર્થયાત્રા કરી હતી. પૂર્વે કુમારપાળ-આભૂશ્રેષ્ઠિએ ભવ્ય તીર્થયાત્રાઓ કરી છે. તમે પણ સંઘપતિ બની તીર્થયાત્રા દ્વારા સંપત્તિને સફળ કરો. પત્ર વાંચીને મંત્રીશ્વર ઉપાશ્રયમાં આવ્યા. આ નરચન્દ્રસૂરિ મ.ને પૂછ્યું : ગુરુદેવ મારા મનનો મનોરથ પૂર્ણ થશે ? આચાર્યશ્રી કહે : તીર્થયાત્રાનો તારો મનોરથ અવશ્ય ફળીભૂત થશે. એ પછી આચાર્યશ્રીએ તીર્થ અને તીર્થયાત્રાનો મહિમા સમજાવ્યો ત્યારે વસ્તુપાળ કહે : તો ગુરુદેવ ! હમણાં જ જિનાલયમાં પધારી મારા મસ્તકે સંઘપતિ તરીકેનો વાસક્ષેપ કરો. આ. નરચન્દ્રસૂરિ કહે : વસ્તુપાલ ! નાગેન્દ્રગચ્છના આ. વિજયસેનસૂરિજી તારા કુળની પરંપરાથી આવેલા ગુરુ છે. વિશુદ્ધ બ્રહ્મચર્યના પાલક અને તપસ્વી છે. તેઓને વિનંતી કરી અહીં બોલાવો. તેઓના હાથે જ સંઘપતિપદનો વાસક્ષેપ થાય તે ઉચિત છે. વસ્તુપાલ મંત્રી કહે : ગુરુદેવ ! અમે આવશ્યક સૂત્રોથી માંડી કર્મપ્રકૃતિ સુધીના ગ્રંથો આપની પાસે ભણ્યા છીએ. સમ્યગ્દર્શન પણ આપની કૃપાથી જ પામ્યાં છીએ. વળી આપ અમારા મોસાળપક્ષના ગુરુ છો જ તો પછી આપ જ સંઘપતિપદનો વાસક્ષેપ કરો તો પણ બરોબર જ છે. છતાં આ. નરચન્દ્રસૂરિના આગ્રહથી આ. વિજયસેનસૂરિને આગ્રહ કરી બોલાવ્યા અને પિતૃપક્ષના ઉપકારી નાગેન્દ્ર ગચ્છના આ. વિજયસેનસૂરિ અને માતૃપક્ષના ઉપકારી મલધારીગચ્છના આ. નરચન્દ્રસૂરિએ સંઘપતિપણાનો વાસક્ષેપ કર્યો. આ. સેનસૂરિના શિષ્ય આ. ઉદયપ્રભસૂરિના ‘ધર્માભ્યુદય કાવ્ય'નું સંશોધન પણ આ. નરચન્દ્રસૂરિએ કરેલું. આ ગ્રન્થની ૧૨૯૦ માં વસ્તુપાળે લખેલી પ્રત મળે છે. ૧. પીલુપદ એટલે બીકાનેર રાજ્યના હનુમાન ગઢ પાસે આવેલ પીલૂ છે.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 109