________________
: કથારન–ડેષ :
શ્રી ગુણસેન આચાર્યનું છાદિ તત્તનું સ્વરૂપ કથન.
૪
જીને જરૂર આદર કર જોઈએ. જે માણસ પોતાના પ્રમાદને લીધે કે અભિમાનને લીધે એવા ગુણવાળા પુરુષને આદરસત્કાર ન કરે-પ્રશંસા ન કરે, તે “અદ્ર” નામના આચાર્યની પેઠે પિતાની જાતને અપકર્ષ કરે છે અને ગુણવાળા મનુષ્યોને પણ નાશ કરે છે. હવે એ અદ્રસૂરિની વાત કહેવામાં આવે છે.
પૂર્વ સમયમાં આ જ દેશમાં ગુણસેન નામના એક જૈન-આચાર્ય હતા. એ આચાર્ય કલિયુગના પાપોને ધોઈ નાખવાને અસાધારણ રીતે સમર્થ હતા, પવિત્ર જલાશયની પેઠે સર્વ પ્રાણુઓના સમૂહને પ્રીતિ કરનારા હતા, એમનામાં ન ગણી શકાય એટલા ગુણે હતા. એવા એ આચાર્યને ઘણા શિષ્યસમૂહને મેટો પરિવાર હતા અને તે સર્વત્ર અપ્રતિબંધ વિહાર કરનારા હતા તથા સ્વસમય અને પરસમયના પાર ગામી હતા. એ આચાયે એક વાર “યંદવય” નામના પર્વત ઉપર જઈને દેવવંદન કર્યું અને પછી તેઓ એલગચ્છ નામના નગરની પાસેના કુસુમાવતંસ નામના ઉપવનમાં આવીને જયાં ત્રસ જ ન હતા તેમ બીજાં બીજે વગેરે સ્થાવર પ્રાણીઓ ના હતાં એ સ્થળે ઉપવનના રખેવાળની રજા મેળવીને ઊતર્યા. એ નગરમાં આચાર્ય ગુણસેનની કીર્તિના ઢેલને અવાજ પહોંચી ગયો હતો, તે સાંભળીને તેમના તરફ મનમાં ભારે કુતૂહલ ધરાવતા એવા એ નગરના રાજા, શેઠ, સેનાપતિ વગેરે નાગરિક લોકે આચાર્યને વંદન કરવા આવી પહેચા. વંદન કરવા આવેલા નાગરિકોની યેગ્યતા પ્રમાણે એ આચાર્ય તેમને ધર્મને ઉપદેશ નીચે પ્રમાણે આપવા લાગ્યા.
અસાર એવા આ સંસારમાં પવિત્ર કુળમાં જન્મ થવો એ એક સારરૂપ છે, તેમાં પણ પુરુષનો જન્મ પામ એ વિશેષ ઉત્તમ છે અને તેમાંય-પુરુષને જન્મ મેળવીને-શુદ્ધ ધર્મની પ્રાપ્તિ થવી એ તે ઉત્તમોત્તમ છે. કેઈપણ પ્રાણીને લેશ પણ પીડા ન થાય એવી પ્રવૃત્તિને જ પંડિત લેકેએ શુદ્ધ ધર્મ કહેલ છે. હવે માણસને જ્ઞાન હોય તે જ તે એવા ઉત્તમ ધર્મને સમજી શકે છે. પ્રાણને પીડા શાથી થાય છે ? અને એ પીડાને અટકાવવી કેવી રીતે? એ બધું, જ્ઞાન વિના ખ્યાલમાં આવી શકતું નથી. જે શ્રી જિન ભગવાનના વચનમાં શ્રદ્ધા હોય તે જ એવું જ્ઞાન ટકી શકે છે. શ્રી જિનવચનમાં શ્રદ્ધા કરવી એટલે શ્રી જિનેએ જણાવેલાં સાત ત પ્રત્યે રુચિ રાખવી. તે સાત ત જીવ, અજીવ, આશ્રવ, સંવર, નિર્જર, બંધ અને મોક્ષ એ સાત તો શ્રી જિનેશ્વરે જણાવેલાં છે. શ્રી જિનેશ્વરાએ કહેલું છે કે-જીવો ઉપગરૂપ છે, સંવેદનરૂપ છે. જેઓ સંવેદનરૂપ નથી અથૉત્ જડ છે તેઓ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશારિતકાય, પુદ્દગલ અને કાલ એ બધા અજીવે છે–આ બધા જીવ કરતાં વિપરીત સ્વભાવવાળા છે માટે જીવે છે. જે પ્રવૃત્તિ કરવાથી શુભ અને અશુભ એવા કર્મપ્રકૃતિનાં પુદગલોને સંબંધ થાય તેનું નામ આસવ કહેલ છે અને એના કરતાં ઊલટા સ્વભાવવાળે અર્થાત શુભ દષ્ટિવાળા લોકેએ જે રીતે વર્તવાથી
"Aho Shrutgyanam