Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 297
________________ ૨૬૧ સંગમનું એક પર્વત પાસે આવવું અને આપત્તિમાં પણ અતિથિદાનની ઉત્કૃષ્ટભાવના. : કથારનકેષ : લાગવાથી બહુ જ થાકી ગયા છે છતાં ધૈર્યના ટેકાને લીધે તે, ભૂખ અને તરસની શાંતિ માટે ફળ અને કંદ વગેરે ખાવાનું અને પીવાનું પાણી શોધવા સારુ પહાડની કુંજોમાં આમતેમ ભમતે હતો એવામાં તેણે એલચી, લવિંગ, નાળિયેર, કેળ અને ફણસ વગેરેનાં ફળથી લચી ગયેલી એવી એક વૃક્ષઘટાને દીઠી. એવાં સુંદર ફળવાળાં વૃક્ષેને જોઈને એને પાછી જીવવાની કાંઈક આશા બંધાઈ. એ વૃક્ષઘટાની પાસેના સરોવર તરફ જઈ તે “સંગમકે હાથ પગ મુખ ધેયાં અને પછી તે, વણ લાવેલાં ફળોને ખાવા બેઠે. પિતાને ગમે તેવાં ફળની ખાદ્યસામ્રગી મેળવીને તે “સંગમક ખાવાની શરુઆત કરતાં પહેલાં પિતાના ઈષ્ટદેવ અને ગુરુનું સ્મરણ કરવા લાગે અને આમ વિચારવા લાગ્યું – • જો કે આ અરણ્ય, મનુષ્યના પગલાં વિનાનું છે, કારણ કે અહીં ભયાનક સિંહ, હરણ, વાઘ, જંગલી હાથી, રિંછ અને લુંટારા ભલે રહે છે તેથી કઈ માનવ અહીં પેસવાની હિંમત કરતું નથી, તે પણ કઈ માનવ મારી પેઠે પ્રતિકૂળ ભાગ્યને લીધે અનિષ્ટને પામેલે એ કઈ પણ રીતે અહીં આવી ચડે તો તેને દાન દઈને મારે આ ફળ ખાવાં ખપે એ વિશેષ એગ્ય છે. અતિથિઓને આપ્યા પછી જે વધે તે જ ખાધું “ખાધું” કહેવાય, તે જ વૈભવ ખરે કહેવાય, જે પિતાના બધા લોકોને સામાન્ય હોય અર્થાત્ જેને ઉપભગ બધા લે કે એક સરખી રીતે કરી શક્તા હોય, એમ હું માનું છું. આદિ અને અંત વગરના આ સંસારમાં શું પ્રાપ્ત થયું નથી? અથવા કયા ક્યા ભોગે ભેગવ્યા નથી? મને શંકા રહે છે કે–પોપકાર સિવાય આ સંસારમાં આ જીવે શું નથી કર્યું ? અર્થાત્ પરોપકાર સિવાય આ જીવ બધું જ કરી ચૂકી છે, તો હે હૃદય ! તું ભૂખથી આકુળવ્યાકુળ થઈ ગયેલું છે છતાં ક્ષણવાર માટે પણ દીનતા ન પામીશ. આ પ્રસંગે અતિથિ ને દાન કરવું એ સુખના નિધાન જેવું છે. એ રીતે તે “સંગમક મહાત્મા વિચાર કરે છે અને એનું આત્મવીર્ય અતિથિ તરફના શુદ્ધ સદ્ભાવને લીધે ઊછળી રહ્યું છે. આ પરિસ્થિતિમાં તે, અતિથિને જોવા માટે ચારે દિશાએ તરફ નજર માંડી રહ્યો છે અને તેની દાનભાવના અખંડ વહી રહી છે. એટલામાં એક હરણ સંગમકને ભજનની તૈયારી કરતે જોઈને મન અને પવનના વેગને પણ ટપી જાય એવા વેગથી પૂર્વ દિશા તરફથી ત્યાં આવી પહોંચ્યું. હરણને જોઈને સંગમકને વિચાર આવ્યો કે-હું કેઈને ભય પમાડતે નથી છતાં આ હરણ કેમ આમ ભયભીત થયેલું જણાય છે, અથવા હરણની ચેષ્ટા જોતાં તે ઉદુભ્રાંત નથી છતાં તે શા માટે દેડે છે? અથવા આ પશુજાતિ સ્વભાવથી જ બીકણું હોય છે. એમ એ વિચાર કરે છે એટલામાં તેની પાસે તત્ક્ષણ, માથા ઉપર ધેલા છત્રને ધરેલ એ એક મહાતપસ્વી આવી પહોંચ્યા, જાણે કે પ્રત્યક્ષ સ્કંદકુમાર ન હોય. એ તપસ્વીની આગળ આગળ એને વિજયષ કરતા કરતા અને એના ચરિત્રની વિજય ગાથા ગાતા ગાતા વિદ્યાધર ચારણો ચાલતા હતા. પેલા હરણે આ મહાતપસ્વીને "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336