Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 309
________________ - . ૨૭૩ વિદ્યાધર મહહિં એ સમજાવેલ દાન-ધર્મનો મહિમા. કથાનકોષ : દાન આપવાથી તે ઊલટું તે, અશંકપણે દુષ્ટ ચેષ્ટાઓ વધારશે. આમ થવાથી ગૃહસ્થ આપેલું દાન, દુષ્ટ ચેષ્ટાઓનું ઉત્તેજક થશે અને એ રીતે દાતા, પરંપરાએ દુષ્ટ ચેષ્ટાઓનો પ્રેરક થવાથી તેને વિશેષ દેજવાળે સમજ જોઈએ. ( પૂર્વપક્ષ ) એ વાત સાચી છે. ( ઉત્તરપક્ષ); પરંતુ દાતા એમ સમજીને વા એવો સંકલ્પ કરીને દાન આપે કે મારા દાનથી આ વેશધારી સાધુ વિશેષ દુષ્ટ ચેષ્ટાઓ નહીં કરે અર્થાત્ ગૃહસ્થ, વેશધારી સાધુ વધારે ન બગડે” એ સંક૯પ કરીને એ માટે જ દાન આપે. અથવા પિતાના દર્શન-મત-ના અનુરાગથી દાન આપે. અથવા પોતાના ધર્મની નિંદા અટકે એટલે વેશધારી સાધુ ભૂખે મરે તે જૈનધર્મની લેકે નિંદા કરે અને તે નિંદાને અટકાવવા માટે (ગૃહસ્થ) દાન આપે તે લેનાર “લિંગી ” “ માત્ર વેશધારી ” હેાય તે પણ દાતાને દેષ છે, એમ કહેવાય. તાત્પર્ય એ કે-વેશધારીને દાન આપનાર દાતા, તેના અસંયમને પિષવા દાન આપતો નથી, પરંતુ સ્વમતના પ્રેમથી, સ્વમતની નિંદા ન થાય તે માટે અથવા વેશધારી પણ વધારે ન બગડે એ શુભ સંકલ્પ રાખીને દાન આપે છે. આ પરિસ્થિતિમાં દાન લેનાર ભલે વેશધારી હેય તેમાં ગૃહસ્થને દેષિત ઠરાવીએ તે માછલાં પકડનાર દિવ્ય સાધુને શાંતિથી વારનાર-સમજાવનાર રાજા શ્રેણિકનું સમ્યક્ત્વ નિરસાર છે એમ માનવું જોઈએ. આ વિશે શાસ્ત્રકારે જે વાત કહેલી છે તે આ પ્રમાણે છે-રાજા શ્રેણિક જૈનધર્મમાં દઢ શ્રદ્ધાવાળો હતો, તેની દૃઢતાનું પારખું લેવા એક દેવ જૈન સાધુનું રૂપ કરી જે માગે શ્રેણિક ચાલવાનું હતું તે માર્ગે વચમાં બેસી પાણીમાંથી માછલાં પકડે છે. માછલા પકડતો જૈન સાધુને જોઈ રાજા શ્રેણિકે એને શાંતિથી સમજાવી તેમ કરતાં વાર્યો ત્યારે એ સાધુ બોલે મહારાજ ! તું અમારી-સાધુઓની ખરી હકીકત જાણતા નથી. ખરી રીતે તે જે હું છું તેવા જ બીજા બધા સાધુઓ પણ છે. આ સાંભળીને જરા પણ ક્રોધ કર્યા વિના પૂરેપૂરી શાંતિ રાખી, રાજા શ્રેણિકે માછલા પકડતા એ સાધુને શાંત વચનેથી સમજાવ્યું. જ્યારે એ સાધુને થયું કે મારું આવું દુષ્કર્મ જોઈને પણ શ્રેણિક પિતાની ધર્મશ્રદ્ધાથી નથી ચળે અને મારા ઉપર ગુસ્સે પણ નથી થયું ત્યારે એણે પિતાનું મૂળ દેવરૂપે પ્રગટ કર્યું અને શ્રેણિકની ધર્મદ્રઢતાની પ્રશંસા કરી એ પિતાને સ્થાને ચાલ્યા ગયે. આ ઉદાહરણથી એમ સમજવાનું છે કે-માછલાં પકડનાર સાધુ સાથે પણ તે સુધારવાના ઉદ્દેશથી જેમ શ્રેણિક રાજાએ સદ્વ્યવહાર કર્યો તેમ વેશધારી સાધુ સાથે પણ શુભ સંકલ્પથી દાનરૂપ સદ્વ્યવહાર આચરનાર ગૃહસ્થ દેષપાત્ર નથી. ધર્મનિંદા નિવારવા માટે દાન દેવાનું નથી કહ્યું” એવું કેઈ કહે તે એ વાત બરાબર નથી ખરી વાત એમ છે કે- ધર્મનિંદા કરનારાઓ કઠેર, કઠેરતર અને કારતમ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336