Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 323
________________ ૨૮૭ વિમલને કરેલ દેશપાર. ': કારત્ન-૫ : એમાં પણ આ રીતે અપમાન પામતા નથી. અથવા આમાં તારે શે દેષ છે? આ દેષ તો બધે મારો જ છે, કારણ કે હું આ જાતને કુતવાળ અને દુષ્ટાવાળે છે તે હું જાણું છું છતાં તેને શિક્ષા કરતા નથી. તારી આ જાતની દુષ્ટ પ્રવૃત્તિને લીધે હિમ અને મોતીના હાર જે નિર્મળ યશ મેં જે કેટલાય સમયથી ઉપાજોલે છે તે બધે મલિન થઈ ગયે. જેમની પાસેથી આપણે શ્રી જિનનાં વચને સમજ્યાં અને કૃત્ય અકૃત્યને બધે વિવેક જા તે ગુરુનું અપમાન કરવા કરતા તે પાપી ! તું પાતાળમાં કેમ ન પહેર? જેમના થડા ગુણને પણ તેને ગુરુ કહી બતાવવા સમર્થ નથી જ તેવા આ ગુરુજનની પણ નિંદા કરવામાં અહીં તારી વાણી કેમ તૈયાર થઈ શકી? એ પ્રમાણે પ્રચંડ કેપને લીધે જેની ભવાઓ વાંકી થતાં કપાળને દેખાવ ભયંકર બની ગયેલ છે એવા તે રાજાએ સાધુ તરફ દ્વેષ રાખનારા તે વિમળ મંત્રીને તરત જ પિતાના દેશથી હદ બહાર કર્યો. અને શહેરમાં પણ છેષણ કરાવી કે-જે માન, આ વિમળની પેઠે જ એના કુહના પાશમાં ફસાએલા હોય તેઓ પણ જદલીથી જ મારી હદમાંથી બહાર ચાલ્યા જાય; નહીં તે તેમનું બધું લૂંટી લઈને સજડ શિક્ષા કરીશ. પછી પ્રસંગ આવતાં એ રાજા દિવાકર સાધુને વાંદવા માટે ગયે, બધી રીતે આદર કરીને તેણે સાધુને ચરણે નમન કર્યું અને પાસે બેસીને આ પ્રમાણે કહેવા લાગ્યો. હે ભગવંત! જે લેકે આવા પ્રકારના કુગ્રહને લીધે મતિભ્રંશને પામેલા છે તે લેકેની જન્માંતરમાં શી ગતિ થાય છે? સાધુ બેલ્યા. અહીં શું કહીએ? જે માનવ વિગ્રહ અને વિવાદમાં રુચિ રાખે છે, કુલ, ગણ અને સંઘથી બહિસ્કૃત થયેલ છે તે, દેવલોકમાં પણ દેવસમિતિઓમાં સ્થાન મેળવી શકતો નથી. વળી, જેઓ કુગ્રહની પ્રરૂપણ કરનારા છે, પિતાની મતિકલ્પના પ્રમાણે ગુરુજનોને અપવાદ બોલે છે તેમને માટે આ કાંઈ દંડ કહેવાય? એને લાંબા વખત સુધી ભવમાં ભમ્યા જ કરે છે, એ જ એમને ખરે દંડ કહેવાય. પછી રાજાએ પિતાના બન્ને હાથ જોડીને એ સાધુને કહ્યું- હે ભગવંત! એ કુટબુદ્ધિવાળા અને દુરાચારી વિમળનું થોડું પણ વચન તમે મન ઉપર લાવશો નહીં. તમારા જેવા વીતરાગ તરફ પણ એણે એવો જ બતાવ્યું એટલે એ બીચારે અલ્યાણને ભાગી બનેલ છે. મુનિ બેલ્યાઃ મહારાજ ! એ તે શું બે છે? પરંતુ ધીરપુરુષે ઉપર બાલસુલભ એવા આકાશે, માર, અપમાન એ ધર્મવંશના આરોપો વગેરે જ્યારે આવી પડે છે ત્યારે એ બીજા ઉત્તમ લાભની અવેજીમાં એ કષ્ટને જ લારૂપ સમજે છે. તે ધન્ય પુરુષે છે કે જેમના કષાયે સુરંગની ધૂળની પેઠે પ્રબળપણે ઉડતાં જ જેમ પરપોટાઓ પાણીમાં સમાઈ જાય છે તેમ અંતરમાં જ લય પામી જાય છે. એ સાંભળીને રાજા વિશેષ ભકિતપૂર્વક તે સાધુને વંદન કરીને પિતાને સ્થાને "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336