Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 334
________________ : ક્યારાન-કેશ : નારાયણને થયેલ જૈનાચાર્યને મળવાની ઉત્કંઠા. ૨૯૮ રસ અને ગંધવાળા અનેક બીજા જીવો રહેલા છે, એવું પ્રત્યક્ષથી જ માલૂમ પડે છે. સર્વજ્ઞના વચનો જાણ્યા પછી પણ એક આપણા આ તુચ્છ જીવનને માટે એ બધી વસ્તુએને ખાઈને અનેક જીને નાશ કેમ કરી શકાય? પછી નારાયણ બે -ગાજર વગેરેમાં અનંત જીવો પ્રત્યક્ષ તે દેખાતા નથી, તે પછી એ કંદમૂળમાં અનંત જીવે છે એ શી રીતે જાણી શકાય? જિનદત્ત બેઃ જિનવચનને પ્રમાણ માનવાથી એ બધું જાણી શકાય છે. એમ તે જ્ઞાન, દર્શન અને તપની આરાધના કરવાથી જે ફળ મળે છે તે પણ કયાં પ્રત્યક્ષ દેખાય છે? છતાં જેમ શ્રી જિનવચનાનુસારે “તે ફળ છે.” એમ મનાય છે તેમ કંદમૂળમાં અનંત જીવો છે” એમ સમજવાનું છે. શ્રી જિનો રાગદ્વેષ વગેરે દોષ વગરના છે માટે તેમનું વચન મિયા–ટું હોતું નથી અને જે પદાર્થો ઇદ્રિયગમ્ય નથી, તેની સંસિદ્ધિ પિતાની મતિકલ્પનાથી થઈ શકતી નથી. અહે આ ગૃહસ્થ છે છતાં સૂમ પદાર્થના વિચારમાં કુશળ છે તે પછી આના ગુરુએ પણ જરૂર વિશિષ્ટ પ્રકારના હશે” એમ ધારતે નારાયણ બેઃ હે ભદ્ર! આ પ્રકારના વિવેકના સારવાળે આ તારે ધર્મેધમ તું કેની પાસેથી શીખ્યો? જિનદત્ત બે એક જયસિંહ નામે આચાર્ય છે. જેઓ કરુણાના સમુદ્ર છે અને જેમ મહાદેવે કામદેવને બાળી નાખેલ છે તેમ જેમણે કામદેવને બાળી નાખેલ છે એવા અને ભવના કૂપમાં પડતા જીવેને બહાર નીકળવા માટે હાથે ટેકે આપનારા એવા સુગ્રહિત નામવાળા એ છે તથા એ આચાર્ય ભગવંત આ જ પ્રદેશમાં રહે છે. જેમની ક્ષમા પાસે પૃથ્વીની ક્ષમા તે કાંઈ જ ન કહેવાય, એ જ રીતે જેમની ઉચ્ચતા પાસે પહાડની ઉચતા કાંઈ જ ન લેખાય, જેમની ગંભીરતા પાસે સમુદ્ર તો એક ખાચિયા જે ગણાય, જેમની પાસે સૂર્ય પણ માત્ર દિવસે જ પ્રકાશ આપતો હોવાથી એછી શેભાવાળે છે અને એ મહાપ્રતાપવાળા ગુરુની પાસે એક ખજુઆ જે લાગે છે. પૂણ્યવડે જ પામી શકાય એવા અને સારી રીતે ધારેલા બાર અંગના જ્ઞાનવડે જેઓ ત્રણ જગતની પ્રવૃત્તિ જાણી શક્યા છે એવા એ ગુરુને જયાંસુધી નજરે જોયા નથી ત્યાંસુધી જ શીતળતામાં ચંદ્રનાં ગીત ગવાય-વખાણું થાય, અને તેની ઉપમા પણ દેવાય તથા જ્યાંસુધી એ ગુરુને હૃદયમાં આણ્યા નથી ત્યાં સુધી જ સિંહ પણ બળવાન લાગે. એવા એ ઉત્તમ ગુરુ પાસેથી હું મારા ઘણુ ડાં પુણ્યને લીધે ના, બંગે અને હેતુઓની ચર્ચાવાળા શાસ્ત્રસમુદ્રથી નિપજેલે આ ડેઘણે વિવેક મેળવી શકેલ છું. આ બધું સાંભળીને પ્રસન્નતા પામેલે નારાયણ કહેવા લાગ્યું. રેહણુ પર્વત સિવાય બીજે સ્થળે અનુપમ રત્નો હોવાનો સંભવ નથી, એ જ રીતે આવા અસાધારણ ગુરુ સિવાય આ પ્રકારનું સૂક્ષ્મ ધર્મજ્ઞાન બીજેથી મળે તેવું નથી, તેથી જિનદત! અમારે જે કામ કરવાનું છે તે બધું તે જ કરી આપ્યું છે અથત અમે જે પુરુષની શોધમાં નીકળ્યા "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 332 333 334 335 336