Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 335
________________ આચાર્યે રાજાને જણાવેલ સાચી સાધુતા. : કથાન–કાય ? છીએ તેની શોધ તે જ કરી દીધી છે; માટે હવે તું તારા ગુરુઓનાં ચરણકમલેનાં દર્શન કરાવ જેથી કરીને મારે મન-ભમરે ત્યાં પ્રસન્નતા પામે. જિનદત્ત બે એમ કરું એટલે તને ગુરુનાં દર્શન કરાવું. પછી ત્યાંથી પાંચ જન જેટલે દૂર રહેલા સેય પુર નામના નગર ભણી તે બન્ને ગયા. ત્યાં તત્કાળ આવેલા રાજા વગેરે મેટા મોટા માણસોવડે પૂજા, આદરસત્કાર અને મહિમા પામેલા એવા આચાર્યને ધર્મકથા કરતા તેમણે દીઠા. તેમને જોઈને હર્ષને લીધે જેનાં રેમેરામ ખડાં થઈ ગયાં છે એવા અને આચાર્ય તરફ બહુમાન ધરાવનારા એવા જિનદત્ત અને નારાયણ ત્યાં ગુરુને પગે પડ્યા. તેમની સામે જોઈને ગુરુએ આશિષ આપી અને તેમના માથા ઉપર પિતાને હાથ મૂકયે. પછી તેઓ બન્ને ઉચિત સ્થળ ઉપર જઈને બેઠા. ગુરુના ગુણથી રાજી થયેલા રાજાએ ગુરુની સામે તેમને આપવા માટે જ પાંચ કેડ સેનૈવાને ઢગલે કર્યો અને ચીનાંશુક વગેરે ઉત્તમ પ્રકારનાં વસ્ત્રોને પણ ઢગલે કર્યો. પછી રાજા બોલ્યા હે ભગવંત! મારા ઉપર કૃપા કરીને આ મારી તુછ ભેટને સ્વીકાર કરે. આચાર્ય બેલ્યા હે રાજન ! અર્થ અનર્થનું કારણ છે, અર્થ સંસારનું મેટું કારણ છે, અર્થ સંયમવનને બાળવા માટે પ્રચંડ દાવાનળ સમાન છે. દુર્મતિ મહિલાના સ્વયંવર સમાન અર્થ ઉન્માદને ઉપજાવે છે, માટે મુનિવરોએ તને દૂર દૂરથી જેલ છે. વળી જે વેત કપડાં અને કાંબલ વગેરે ઉપકરણે મહામૂલ્યવાળાં ન હોય પરંતુ સાધારણ કીમતનાં સાદાં હોય તેમને જ સંયમનાં હેતુ સમજીને મુનિરાજ પરિશુદ્ધપણે ગ્રહણ કરે છે. માટે હે રાજા! તું જે મારી પાસે આ ધન અને મહામૂલાં કપડાં લાવેલ છે તે બધાનું કશું કામ નથી, તે દાન માટે પ્રયત્ન કર્યો છે એટલે તેને દાનનું ફળ મળી ગયું સમજવું. પ્રયત્નપૂર્વક નિમંત્રણ આપેલો સાધુ દાનને છે કે ન ઈચ્છે તે પણ પરિણામવિશુદ્ધિને લીધે દાતારને તે સાધુએ ગ્રહણ ન કર્યું હોય તે પણ નિર્જશ થઈ ચૂકે છે. જ્યારે આચાર્યો રાજાને આ પ્રમાણે જણાવ્યું ત્યારે તેને એમ લાગ્યું કે હું પુણ્ય વગરનો છું અને એ રીતે પિતાને અપાય માન રાજા ગુરુને નમીને જે આવ્યો હતો તે જ પાછો ચાલ્યા ગયે. રાજાની વિનંતિ અને ગુરુની અલુબ્ધતા આ બધું જોઈને નારાયણ વિચારવા લાગ્યા કે-આ મહાત્માએ દઢ રીતે લેભ ઉપર વિજય મેળવે છે. એ લોભવિજયી છે માટે જ આટલું બધું અર્પવામાં આવતું ધન એક તણખલાની પેઠે તજી દઈ શકે છે. પછી પરદા ઊડી ગઈ અને એકાંત થયું એટલે ગુરુને જોઈને પરમ સંતોષને પામેલા નારાયણને જિનદત્તે ઓળખાવ્યું અને તે વિશેની બધી હકીકત ગુરુને કહી બતાવતાં જણાવ્યું કે-આ મહાત્મા તમારાં ચરણકમળના અનુરાગને લીધે આટલે દૂર સુધી આવે છે માટે તમે જે રીતે એણે તમારી સેવા કરવા તરફ વૃત્તિ બતાવી છે તેવું જ ફળ તેને આપ. પછી ગુરુએ સવિસ્તર તેને સાધુધર્મનો અને ગૃહસ્થ ધર્મનો ઉપદેશ "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 333 334 335 336