Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 333
________________ ૨૯૭ નારાયણને જિનદત્ત શ્રાવકે આપેલ આમદષ્ટિ. કારત્ન-કાશ : વાદવિવાદ કરવાથી શું ? આ તે અમારો ધર્મમાગે છે, એમાં આવા કઈ વિચારને અવકાશ નથી. એટલે આવા કોઈ વિચારને અમે સહી શકીએ નહીં. એ સાંભળીને નારાયણું ત્યાંથી નીકળે અને બીજે ઠેકાણે જવા લાગે. તે ત્યાં એક નાના નેહડામાં મૂઠ માણસે જેની સેવા કરતા હતા એ એક ભાગવત મુનિ ત્રણે કાળ સ્નાન કર્યા કરતો તેના જોવામાં આવ્યું. એ તેની પાસે ગયે, તેને પગે લાગીને બેઠે. પ્રસંગ મળતાં તે, તેની સાથે વાત કરવા લાગ્ય: હે ભગવંત! વિષ્ણુ સર્વ વ્યાપી છે એથી તે, પાણીમાં પણ છે. તે એવા પાણીથી તમે સ્નાન કેમ કરી શકે? એ રીતે તો એટલે જેમાં વિષ્ણુ છે એવા પાણીના પૂરથી તમે સ્નાન કરે એથી વિષ્ણુ ભગવાનની અવજ્ઞા કરી કેમ ન કહેવાય ? અને સ્નાન તો સામાન્ય માણસ પણ કરે છે એથી સ્નાનમાં ધર્મની કશી વિશેષતા ય નથી. વળી, ખરી વાત તો આ પ્રમાણે કહેવાય છે – “જેમાં સંયમનું પાણી ભરેલું છે, સત્યના કમળ વિકસેલાં છે, શીલ અને દયા એ બને જેનાં કાંઠા છે એવી નદી એ આત્મા જ છે, તો હે પાંડુપુત્ર! તેમાં જ તું અભિષેક કર. કોઈ કેવળ પાણીમાં સનાન કરવાથી અંતરાત્માની શુદ્ધિ થતી નથી.” પેલે કપિલ-કપિલ મતને અનુયાયી ભાગવત છેઃ અમે ધ્યાનરૂપ અગ્નિ પ્રગટાવીએ છીએ એટલે પાણીમાં સ્નાન કરવાથી અમને જે પાપ દુષ્કૃત-મેલ લાગે છે તે બધુંય બળી જાય છે. એથી સ્નાન કરવાથી અમને કોઈ દોષ લાગતો નથી. નારાયણ બલ્ય ધ્યાન કરવાથી તમે પાપના મેલને સાફ કરે છે અને ફરી વાર પાછું પ્રચુર પાણીના પૂરમાં શરીરને પખાળે છે અને તેથી ફરી વાર પાછું એનું એ પાપ તમને લાગે છે. એ રીતે આ તો ગજરનાન જ થયું. પિલે કપિલ બે ભલે કાંઈ પણ થતું હોય તે થાય. આ સાંભળીને નારાયણને એમ થયું કે આ પણ પેલા હસ્તિતાપસના જેવો છે એટલે તે આગળ ચાલે. આગળ ચાલતાં માર્ગમાં તેને જિનદત્ત નામે એક શ્રાવક “સાથી તરીકે મને એમ જાણી તેની સાથે તેની ગેઝી થઈ એટલે વાતચિત થઈ એ “ચતુર છે એમ જાણીને તેના તરફ તેને-નારાયણને પક્ષપાત થયે. ચાલતાં ચાલતાં કયાંયથી પણ પેલા નારાયણે ગાજર વગેરે કંદમૂળ મેળવી તેમાંના કેટલાંક પેલા જિનદત્તને આપવા માંડ્યાં પણ તેણે તે ન લીધાં શામાટે લેતા નથી?” એમ પૂક્યા પછી જિનદત્તે કહ્યું - જેઓ પ્રતિપૂર્ણ કેવળજ્ઞાનવડે ત્રણ જગતમાં રહેલા તમામ પદાર્થોને જાણે છે એવા જ્ઞાની પુરુષોએ ગાજર વગેરે કંદમૂળે ખાવાને નિષેધ કરે છે. એ કંદમૂળો અનંત જીવવાળા અંગેથી બનેલાં છે એટલે એમનું શરીર એક અને તેમાં જીવે અનંત છે એવાં એ કંદમૂળો છે માટે તે ખાવા ગ્ય નથી. તે જ રીતે મધ, મધ, માંસ, માખણ અને પાંચ ઊંબરફળે પણ ખાવા ગ્ય નથી. મધ વગેરે ચાર પદાર્થોમાં તે તેમના જ વણે "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 331 332 333 334 335 336