Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 324
________________ મહતું ફળ. પહેાંચ્યા. પેલા વિમલનું બધું ધન વગેરે રાજપુરુષાએ પડાવી લીધું એટલે તે રાંક જેવા બની જઈ એકલા જ દેશાંતરામાં ભમવા લાગ્યા. ભમતાં ભમતાં તે એક વાર રસ્તાનો થાક, ભૂખ અને તરશ વગેરે દુઃખને લીધે બહુ ત્રાસ પામ્યા અને એ રીતે ભમતો ભમતો તે ગુજપુર ભણી ગયા. ત્યાં, પ્રચંડ તપ કરીને જેણે આશીવિષ વગેરે અનેક લબ્ધિ મેળવેલી છે અને તેથી જ જે કોઈનાથી ગાંજ્યા જાય એવા નથી એવા ધર્મચિ નામે તપસ્વી તેણે દીઠા. એ તપસ્વી ત્યાં સવિગ્ન શ્રાવકોને ધર્માંધનો ઉપદેશ કરતા હતા, એને જોઈ ને આ વિમળને વળી મત્સર થયા અને તે એ મુનિ સાથે પહેલાંની પેઠે દુનિયપૂર્વક વર્તવાનો વિચાર કરવા લાગ્યો એટલામાં જ એ મુનિએ તેની વાણી હરી લઈને તેને મૂંગા જેવા ખનાવી દીધા. પછી તે મૂગાની પેઠે અત્યંત ખખડતો રહ્યો અને લેાકેાએ એને ત્યાંથી હાકી કાઢયું. • કથાનકોષ : એ પ્રમાણે જે ગમે તેવુ ભારે ધમ કૃત્ય કરતા હાય છતાં જેનો કુગ્રહ નાશ પામ્યા ન હોય તે જ્યારે ભવના કૂવામાં આથડે છે ત્યારે તેનું પેલું ધકૃત્ય પણ તેને લેશ પણ બચાવી શકતું નથી, માટે એ કુગ્રહનો ત્યાગ જ કરવા જોઈએ. એ ત્યાગ જ ચિંતિત અર્થાને મેળવી આપવામાં કલ્પવૃક્ષ સમાન છે તેથી એ કલ્પવૃક્ષને માનુસારી વગેરે ગુણુìરૂપ પાણીથી સિંચ્યા કરવું જ યુક્ત છે. વળી, જેમ મેટા ઘાસના ગજને પણ આગનો એક જ તણખા એક જ ક્ષણમાં ખાળીને ખાખ કરી છે, તથા ઘણાં પુણ્યના ગજને પણ એક જ પાપ જેમ હણી નાખે છે તેમ એકલા કુગ્રહનામનો એક જ દોષ ભેગા કરેલા પુણ્યના રાશીનો સપાટાબંધ નાશ કરી નાખે છે, જો જિનનાં વચનોને પ્રમાણુ માનને શ્રમણુપણું સ્વીકાર્યું છે, વા એ જ રીતે દેશિવતિનો ધર્મ ગૃહસ્થે આચરવા માંડયા છે તો પછી એમાં વિન્ન નાખતા એવા અને સ્વ અને પરના મનને કલેશ પહોંચાડનારા આ અધમ કુગ્રહ દોષનું નિવારણુ કેમ કરતાં નથી ? જો કે એવું કઠણ તપ કરવામાં આવ્યુ છે જેથી કામદેવના ભંગ થઇ ગયેા છે તથા શરીરમાં માંસ રહ્યું નથી, લેહી ખણુ' નથી, નાક હરડાઈ ગયુ છે અને કેવળ હાડપિંજર થઈ ગયુ છે, તથા બધી ઇંદ્રિયે પણુ નિગ્રહમાં આવી ગઈ છે એવા તપસ્વી મુનિના મનમાં પણ પાપના ઉદયને લીધે આ ન નિવારી શકાય એવા કુગ્રહ ઉય પામ્યા છે. હા ધિક્ ! એ વિશેષ કષ્ટકર સ્થિતિ છે. ગાામાહિલ અદ્યમિત્ર, તિષ્યગુપ્ત અને યમાલિ-જમાલિ વગેરેની મલિનતા સાંભળીને ચિર’તનમુનિએ, અનુસરેલ એવા માગે સુધી પુરુષે અશકભાવે સારી રીતે પ્રવર્તવું જોઇએ. એ રીતે શ્રી કથારનકેશમાં કુમહના ત્યાગ વિશે વિમળનુ’ ઉપાખ્યાન સમાપ્ત. ( ૧૯ ) ->< ૫૮ "Aho Shrutgyanam"

Loading...

Page Navigation
1 ... 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336