Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 327
________________ નરસિંહ ગુરુએ કહેલ ત્રણ બંધુએનું કથાનક. ઃ કથારન–મેષ : ગુરુની આશિષ મેળવીને તે બને જ્યાં શિષ્યો બેસી શકે એવા સ્થાન ઉપર જઈને તેની સાથે બેઠાં. તે વખતે એ અધ્યાપક, એની પાસે ભણતા અને વેદના રહસ્યની વ્યાખ્યામાં વિવાદ કરતા શિને વેદનું રહસ્ય સમજાવવા અનેક પ્રકારના હેતુઓ, ઉદાહરણે અને યુક્તિઓ સમજાવતા હતા છતાં એ શિષે વેદના રહસ્યને સમજી શકતા ન હતા તેથી એ અધ્યાપકે તે શિષ્યને કહ્યું અરે ! તમે બધા શિવની જેવા અતિશય રાગાંધ, શશીની જેવા અતિશય ઠેષાંધ અને શંખની જેવા અતિશય મોહાંધ-મૂઢ છે, માટે તમને સમજાવવા સાક્ષાત્ દેવને ગુરુ બૃહસ્પતિ પણ આવે તે પણ તે તમને સમજાવી શકશે નહીં. આવા અતિશય રાગ, દ્વેષ અને મેહની વૃત્તિમાં રહેલા તમારી પાસે આ મારે વાણને ભારે વિસ્તાર મારા ગળાને સૂકવવા સિવાય બીજું કોઈ વિશેષ કાર્ય સાધી શકે એમ નથી અથતું તમારી પાસે વધારે એલવું એ વ્યર્થ છે. કેટલાંક સૂત્રે પિતાની સરળ બુદ્ધિના પ્રભાવથી જ સમજાય એવાં હોય છે, કેટલાંક સૂત્રે ગુરુવચનથી સમજી શકાય એવાં હોય છે, અને કેટલાક સૂત્રનો તેમનો બરાબર વિષયવિભાગ કરવામાં આવે તે પણ સમજી શકાય એવા હોય છે. આ રીતે બધા સૂત્રે જલદીથી જ સુસૂક્ત-સારાં સૂકોબની શકે છે, માટે તમે એ પદ્ધતિને તે આશ્રય કરતા નથી અને નકામી આંગળી ઊંચી ઊંચી કરીને કુવિકલ્પને શા માટે ઊભા કરો છો અને એમ કરીને પૂર્વજષિઓએ જોયેલા અવિનષ્ટ અર્થને આ રીતે વિનાશ શા માટે કરે છે? શિષ્ય બોલ્યાઃ હે ઉપાધ્યાય! સૂત્રને લગતા પ્રશ્ન સંબંધી અમારા વિવાદનું વ્યાખ્યાન હવે જવા દ્યો, પરંતુ તમે અતિશય રાગી એવા શિવ વગેરેનાં જે દષ્ટાંતે કહ્યાં છે તેમની વાત સાંભળવાનું અમને ભારે કુતૂહલ થયું છે તે તેમની જ હકીકત હવે કહો. પછી ઉપાધ્યાય બેલ્યા તે હવે એમની જ હકીકત સાંભળે અવતી નામના દેશમાં જયખેડ નામે ગામ છે, ત્યાં રહેવાસી એક શિવ નામે કુલપુત્ર છે. તેને બે ભાઈઓ છે. એક માટે અને બીજે નાનો. તેમાં જે માને છે તે પિલા શિવને ઘણે જ વહાલે છે એથી તે જે કાંઈ અયુક્ત કહે તેને પણ તે, યુક્ત માનતા અને તેનો જે મેટેભાઈ હતા તે શિવને ગમતો ન હતો એટલે તે સુંદર વાત કહેતો તે પણ તેને “અસંબદ્ધપ્રલાપી” છે એમ કહીને તરછોડવામાં આવતો. એ રીતે એમના દિવસે જવા લાગ્યા. હવે બીજે કઈ દિવસે એ ત્રણે ભાઈઓ કામકાજ માટે પિળીયેનું ભાતું લઈને એક જંગલમાં ગયા. ત્યાં તે ત્રણે જણ ઝાડ કાપવા લાગ્યા, કાપતાં કાપતાં વિશેષ થાક લાગવાથી તેઓ અકળાયા અને ખૂબ તરસ્યા થયા તેથી પાણીને શોધવા લાગ્યા તેવામાં થોડા "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 325 326 327 328 329 330 331 332 333 334 335 336