Book Title: Katha Ratna Kosa Part 1
Author(s): Bechardas Doshi
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 326
________________ કથારને-કેષ : પિતા-પુત્રની યજ્ઞ કાર્ય સંબંધી ચર્ચા. ર૯. સ્થાનને પારગામી છે, નરપતિને હિતકર્તા છે. વૈશ્ય, શુદ્ર અને ક્ષત્રિએ એનાં પગને ઉત્તમ રીતે પૂજે છે એ એ પુહિત પિતાનાં કર્મકાંડમાં સાવધાન રહેતે વખતને વીતાવે છે. એ પરહિતને બધી વિદ્યાઓમાં વિચક્ષણ એ એક નારાયણ નામે પુત્ર છે, એ પુત્ર સ્વાભાવિક રીતે અતિશય લેભ, રાગ, દ્વેષ, મેહ વગેરે દેશ વિનાને છે અને પર લેકથી ડરનારે છે. એક વાર એ પુરોહિતને રાજાએ બોલાવ્યો અને કહ્યું કે -પિત (રાજાએ) શિકાર વગેરે ઘણું પાપકર્મો કરેલાં છે, હવે તેનું પ્રાયશ્ચિત લઈને પિતાને શુદ્ધ થવું છે તે તે માટે યજ્ઞ કરવાની જરૂર છે. એમ કહીને પુરે હિતને યજ્ઞના કામમાં જે. યજ્ઞ કરવા માટે હેમવાનાં પશુ વગેરે જે જે ઉપકરણે જોઈએ તે બધાં ભેગાં કર્યા, પશુઓને બાંધવા સારુ યુપતંભ ઊભો કર્યો, અને મંડપ પણ તૈયાર કર્યો અને એવી મેટી વ્યવસ્થાથી પશુધની શરુઆત કરી. આ જાતને ભયંકર પ્રાણુ વધ જોઈને, સુમબુદ્ધિવડે કાર્ય અને અકાર્યને વિચાર કરી શકે એવા નારાયણે પિતાના પિતાને કહ્યું: હે પિતાજી! તમે યજ્ઞના કાર્યમાં પશુઓને વિનાશ કરે છે અને વળી કહે છે કે “જે માનવ, પિતાના આત્માની પેઠે સર્વભૂતે તરફ જુએ તે જ ખરું જુએ છે અથાત્ જે, બધે સમભાવ રાખે તે જ ખરે દષ્ટા છે.” તો એ બે વિરોધવાળાં વચમાં ખરું તાત્પર્ય શું છે? પુરોહિત બેલ્યોઃ “હે પુત્ર! નિષિદ્ધ કાયે જણાવેલ છે અને સંભાવિત કાર્યો પણ જણવેલાં છે” એ પ્રમાણે વેદનાં વાકયે અનેક પ્રકારનાં છે, તે એ વિવિધ વેદવાકેનું તાત્પર્ય જાણવા કેણ સમર્થ છે? પછી નારાયણ બેઃ હે પિતાજી ! તમે પરમાર્થને–ખરા રહસ્યને--નથી જાણતા તે પછી આ યજ્ઞ શા માટે કરે છે? તિષ, વૈદક, પ્રાયશ્ચિત્ત અને ધર્મકૃત્ય એ બધું જાણ્યા વિના કરવામાં આવે તે વિપરીત ફળ આપનારું નીવડે છે. પુરહિત બે હે પુત્ર! આ યજ્ઞ વગેરેનાં વિધાને આપણું પૂર્વપુરુષોની પરંપરાથી જેવાં ચાલ્યાં આવ્યાં છે તેવાં જ પ્રમાણરૂપ માનવાનાં છે એથી એમને એક સરખી રીતે કરવાની પ્રવૃત્તિ ચાલે છે માટે તે પ્રવૃત્તિને બદલી શકાય નહીં. નારાયણ બલ્યાઃ હે પિતા! આ જીવ- - ઘાતની પ્રવૃત્તિને જોતાં મારાં તે રુંવાડે રુંવાડાં બેઠાં થઈ જાય છે એટલે એ ઘાતક પ્રવૃત્તિ અનુભવથી જ ભયાનક જણાય છે. આવી પ્રવૃત્તિથી પણ સ્વર્ગ વગેરે સુગતિઓ મળતી હોય તે પછી “કાળકૂટ ઝેર ખાવાથી પણ માણસ જીવે જોઈએ અર્થાત્ ભયાનક ઝેર પણ જીવવાનું કારણ બનવું જોઈએ ” એમ કેમ ન કહી શકાય? પુરહિત બે હે પુત્ર! નરસિંહ નામને એક અમારો ગુરુ અહીં જ રહે છે, એ વેદને અધ્યાપક છે અને વેદના રહસ્યને સમજનારો છે, તે તું મારી સાથે આવે અને આપણે બને મળીને તેની પાસે જઈને આ હકીકતને પૂછી જોઈએ. નારાયણે પિતાની આ વાત સ્વીકારી. પછી એ બને જણાપિતાપુત્ર-નરસિંહ અધ્યાપક પાસે ગયા. આદર સાથે પ્રણામ કરીને અને "Aho Shrutgyanam

Loading...

Page Navigation
1 ... 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336